Western Times News

Gujarati News

દહેજની મેઘમણી કંપનીના સંચાલકોએ કામદારોના પગાર ઉપર કાપ મુકતા કામદારો હડતાળ પર

કંપનીના સંકુલમાં કામદારોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી આક્રોશ ઠાલવ્યો.

(વિરલ રાણા, ભરૂચ), ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો માં લોકડાઉન ના સમયગાળા દરમ્યાન નોકરી ઉપર ન આવેલા કામદારો ના પગાર નહિ ચૂકવાય તેવું કંપની ના સત્તાધીશો એ એલાન કરતા કામદારો એ પણ આક્રોશ ઠાલવી હડતાળ ઉપર ઉતરી જતા પોલીસ કાફલા ને બોલવાની જરૂર પડી હતી.

છતાં પણ કામદારો એ કંપની સત્તાધીશો એ સરકાર ના નીતિ નિયમો નું ઉલ્લંધન કરતા હોય અને કોઈ કંપની ના કામદારો ના પગાર નહીં કાપે નહિ તેવી સૂચના આપવા છતાં લોકડાઉન ના સમયગાળા દરમ્યાન નો પગાર કાપવામાં આવશે તેમ કહેતા કામદારો માં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને કંપની ના કામદારો હડતાળ ઉપર ઉતરી જતા કંપની સત્તાધિશો પણ જીદે ચડતા પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

બનાવની મળતી માહિતી અનુસાર સમગ્ર વિશ્વ કોરોના ની મહામારી એ વિશ્વ ને બાણ માં લીધું છે.ત્યારે લોકડાઉન ના કારણે ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો પણ ઠપ્પ થઈ ગયા હતા.ત્યારે લોકડાઉન ના સમયગાળા માં કામદારો નો પગાર ઉદ્યોગપતિઓ અને કંપની સત્તાધીશો કાપી નહિ શકે તેવી સૂચના સરકાર દ્વારા જાહેર કરાઈ હતી અને કેટલાક નીતિ નિયમ મુજબ ઉદ્યોગપતિઓ ને પોતાના ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપી હતી.ત્યારે કેટલાક ઉદ્યોગપતિઓ અને કંપની સત્તધીશો એ લોકડાઉન સમયગાળા દરમ્યાન કામદારો ની રજા નો પગાર કાપવામાં આવશે અને પગાર નહીં ચુકવવમાં આવે તેવી કેફિયત રજૂઆત કરતા કામદારો નો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.તો કેટલાક ઉદ્યોગો માં પરપ્રાંતીયો કામ કરી રહ્યા હતા

તેઓ પણ લોકડાઉન ના કારણે બેરોજગાર બનતા અને કંપની ના સત્તાધીશો ની અણઆવડત ના કારણે પરપ્રાંતીયો પોતાના વતન ની વાટ પકડી હતી અને હજારો પરપ્રાંતયીઓ પોતાના વતન રવાના થયા છે..પરંતુ સ્થાનિક ઉદ્યોગો માં ફરજ બજાવતા સ્થાનિક કામદારો 15 એપ્રિલ બાદ આવેલા કામદારો ના પગાર ચુકવામાં આવશે પંરતુ 15 એપ્રિલ પહેલા ના સમયગાળા દરમ્યાન લોકડાઉન ના કારણે ઉદ્યોગો બંધ રહ્યા હતા

જેમાં જે કામદારોએ કંપની કે ઉદ્યોગો આ ફરજ ન નિભાવી હોય તેવા કામદારો ને લોકડાઉન સમયગાળા દરમ્યાન નો પગાર નહિ ચુકવવામાં આવે તેવી ભરૂચ જીલ્લા ની દહેજ સેઝ 1 માં આવેલ મેઘમણી કંપની માં કામદારો ને પગાર નહિ ચૂકવાય તેવું નિવેદન કામદારો સમક્ષ કરતા કામદારો પણ રોષે ભરાઈ આક્રોશ ઠાલવી કંપની માં જ સોશયલ ડિસ્ટન્સ જાળવી રોષ ઠાલવ્યો હતો અને હડતાળ ઉપર ઉતરી જતા પોલીસ કાફલા ને બોલવાની ફરજ પડી હતી.પરંતુ પોલીસ સમક્ષ પણ કંપની સત્તાધીશો એ લોકડાઉન સમયગાળા દરમ્યાન નો પગાર નહિ ચૂકવાય તેવું રટણ કરવા વાતાવરણ ગરમાયુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.