ગરીબ,મધ્યમ વર્ગના લોકોના વીજબીલ, સ્કૂલ ફી અને વિવિધ વેરા માફ કરવા માંગ
(જીત ત્રિવેદી, ભિલોડા) સમગ્ર દેશ અને રાજ્ય કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે વ્યથિત છે અને લાખો લોકો તેનાથી પીડિત છે. કોરોનાના કહેરથી બચવા સરકાર દ્વારા ત્રીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ બનતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ દયનીય બની છે
ત્યારે ગુજરાતના તમામ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વીજબીલ, પાણ વેરો, મિલકત વેરો અને સ્કૂલ ફી માફ કરાવવા મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી માંગ કરી છે રાજ્યના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની માંગ ફળે છે કે નહિ તે જોવું રહ્યું લોકડાઉનના કારણે રાજ્યમાં હજ્જારો લોકો ભુખ્યા રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર હાલ તો ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની વ્હારે આવ્યા છે અને સરકારને તમામ બીલ માફ કરવાની અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજયમાં કોરોના મહામારીને હરાવવા સમગ્ર દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે લોકોડાઉન ચાલી રહયુ હોવાથી લોકોના વેપાર-ઘંઘા બંધ છે. જેથી હાલ લોકો પાસે આવકનું કોઇ સાઘન નથી. આવા સંજોગોમાં શ્રીમંત વર્ગના લોકોને વીજબીલ આવે તો તે ભરવું પોષાય છે જયારે આવી પરિસ્થિતિમાં ગરીબ અને મઘ્યગમ વર્ગના લોકોને વીજ બીલ ભરવું આકરૂ પડે છે.
કારણ કે, આવા વર્ગના ઘરોમાં કમાતા લોકો એક-બે હોય જયારે ખાવા વાળા પાંચેક લોકો હોય છે. તો આવા સમયે રોજે-રોજનું કમાઇ ખાતા લોકો વીજ બીલ ભરે કે પછી પેટ ભરવાનું કરે…? આવી કપરી પરિસ્થિતિમાં લોકડાઉન હજુ કેટલો સમય લંબાશે જેની સરકાર કે લોકો કોઇને ખબર નથી તો બીજી તરફ આ મહામારી પણ રાજયમાં કોરોનાનો કહેર યથાવત રહેતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે