લોક ડાઉનના કારણે યુ.પી.ના શ્રમિકો માટે પાંચમી સ્પેશીયલ ટ્રેન દોડાવવામાં આવી
ખેડા જિલ્લામાં રોજગારી મેળવતા યુ.પી.ના ૧૩૦૩ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ
નડિયાદ-રવિવાર-તા.૦૯-૦૫-૨૦૨૦ના રોજ નડિયાદ રેલ્વે સ્ટેશનથી યુ.પી.ના કાશગંજ રેલ્વે સ્ટેશન માટે ઉપાડવામાં આવેલ સ્પેશીયલ ટ્રેનને ખેડા જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજાએ લીલી ઝંડી ફરકાવી રવાના કરી હતી.
આ ટ્રેનમાં ખેડા તાલુકાના/સીટીના ૫૪, ખેડા ગ્રામ્યના ૬૦, ઠાસરા તાલુકાના ૨૨, વસો તાલુકના-૪૪, કઠલાલ તાલુકાના ૩૨૮, ગળતેશ્ર્વર તાલુકાના ૧૧૦, કપડવંજ તાલુકાના ૮૭, મહેમદાવાદ તાલુકાના ૧૦૪, અમદાવાદના ૧૦ તથા રેલ્વે સ્ટાફના એક કર્મચારી મળી કુલ ૧૩૦૪ શ્રમિકો/મુસાફરો યુ.પી. પોતાના વતન તરફ રવાના થયા હતા.
આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી અવન્તિકાબેન દરજી, નડિયાદ મામલતદારશ્રી, મહેસુલ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ નડિયાદ રેલ્વે સ્ટેશન માસ્ટરશ્રી દેવડા ઉપસ્થિત રહયા હતા. શ્રમિકો/પ્રવાસીઓ માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સુકા નાસ્તો તથા પીવાના પાણીની મીનરલ બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ શ્રમિકો/પ્રવાસીઓનું તબીબી પરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.