Western Times News

Gujarati News

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા Communicate Science with People  Webinar Series નું આયોજન

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.

કોરોના સંકટ સામે લડત હેતુ લોક ડાઉન સમયે લોકોને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષે સતત અવગત કરવવા હેતુ તમામ લોકો સમજી શકે તે માટે ગુજરાતી અને હિન્દી ભાષાને કેન્દ્ર સ્થાને રાખી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા Communicate Science with People  Webinar Series નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબના વિષયો પર વિષય નિષ્ણાતો દ્વારા ૪૫ મિનીટ ઓનલાઈન માહિતી આપવામાં આવશે.

Sr. No. Date and Time Topic Name of Expert
1

13th May. 2020

4 PM to 5 PM

Forensic Science

Dr. Ashvinkumar H. Italiya

Investigation officer, FSL, Amreli

2

14th May. 2020

10:45 to 11:45 AM

Ham Radio

Dr. Anil Patel

Director, Nisarg Community Science, Centre, Gandhinagar

3

15th May. 2020

10:45 to 11:45 AM

Career Crush in ISRO

Shri Jayant Joshi

Former Scientist ISRO

4

16th May. 2020

10:45 to 11:45 AM

Artificial Intelligence

Dr. Sachin Sharma

Professor, Computer Engineering Department, IAR, Gandhinagar

 

ઉપરોક્ત વેબિનારમાં જોડવા માટે તા.૧૨-૦૫-૨૦૨૦ રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં www.krcscbhavnagar.org પર નામની નોંધણી કરાવી ફરજીયાત છે. નોંધાયેલ તમામ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. પ્રત્યેક લેક્સર માટે નોંધણી કરાવેલ ઇમેલ અથવા વોટ્સએપ દ્વારા જરીરી માહિતી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.