ભરૂચ નગર પાલિકાની મુલદ ડમ્પિંગ સાઈટ ઉપર દુર્ગંધ મારતું પ્રદુષિત પાણી ખેડૂતોના ખેતરમાં ઉતરતા રોષ
અત્યંત પ્રદુષિત પાણીનો નિકાલ થતા ખેડૂતોનો પાક નિષ્ફળ-ડોર ટુ ડોરના વાહનો રોકી રોષ ઠાલવી અધિકારીઓ અહી વાત વિતાવે : સ્થાનિક.
ભરૂચ, ભરૂચ નગર પાલિકા હરહમેંશા મુલદની ડમ્પિંગ સાઈટ મુદ્દે વિવાદ માં રહી છે.ત્યારે મુલદ ડમ્પિંગ સાઈટ ઉપર મૃતક પશુઓ અને ખાળકૂવા ના પ્રદુષિત પાણી નો નિકાલ પણ આ ડમ્પિંગ સાઈટ ઉપર કરવામાં આવતા પ્રદુષિત પાણી ખેતરો માં ફરી વળતા પાક નિષ્ફ્ળ જતા ખેતીને મોટું નુકશાન થતા આજરોજ ખેડૂતોએ ડમ્પિંગ સાઈટ ઉપર પાલિકા સામે રોષ નોંધાવ્યો હતો.
ભરૂચ નગર પાલિકા હરહમેંશા ડમ્પિંગ સાઈટ ના મુદ્દે વિવાદ માં રહ્યું છે.ત્યારે મુલદ ના ડમ્પિંગ સાઈટ ઉપર સમગ્ર ભરૂચ શહેર અને વિવિધ ગ્રામ પંચાયત માંથી નીકળતો ઘર વપરાશ નો કચરો ડોર ટુ ડોર વાહનો કચરો ઉઘરાવી મુલદ ની ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવી રહ્યા છે.ત્યારે ઉનાળા ની કાળઝાળ ગરમી ના કારણે ડમ્પિંગ સાઈટ ના કચરા માંથી નીકળતું પ્રદુષિત પાણી ડમ્પિંગ સાઈટ ની આસપાસ રહેતા લોકો એ આજરોજ ડમ્પિંગ સાઈટ ઉપર કચરો ઠાલવવા આવેલા વાહનોને રોકી પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.
ત્યારે ડમ્પિંગ સાઈટ ઉપર ગંદકી ના કારણે તેમજ મૃતક પશુઓ ના નિકાલ થી અત્યંત દુર્ગંધ થી ખેત મજૂરી અર્થે આવતા ખેત મજૂરો કોઈ ગંભીર બીમારી માં સપડાય તેવી દહેશત વ્યક્ત કરી હતી.ત્યારે ડમ્પિંગ સાઈટ નજીક થી પોતાના ખેતરો માં જતા ખેડૂતો પણ ડમ્પિંગ સાઈટ ના કચરા માંથી નીકળતા અત્યંત દુર્ગંધ મારતા પ્રદુષિત પાણી ના કારણે પણ ગંભીર બીમારી નો શિકાર બને તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ડમ્પિંગ સાઈટ મુદ્દે લોકો એ પાલિકા સમક્ષ રોષ ઠાલવી આ ડમ્પિંગ સાઈટ ઉપર અધિકારીઓ માત્ર એક રાત અહી વિતાવે તો ખબર પડે કે કઈ રીતે અહી રહી શકાય તેમ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો.