Western Times News

Gujarati News

અને સમરસ હોસ્ટેલથી રાત્રે ૧૨ વાગ્યે એક એમ્બ્યુલન્સ વસ્ત્રાલ તરફ દોડી…’

યોગાનુયોગ માતૃ દિન પૂર્વે, માતાના જન્મદિને માતાના ખોળામાં પ્રિન્સે માથું મૂક્યું… વિમળા દેવી બોલ્યા, આવી ગયો બેટા…? અને પ્રિન્સ ચોધાર આંસુએ રડી પડ્યો…

‘ સાહેબ , પોઝિટિવ દર્દી તરીકે દાખલ થયા પછી મારો પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે આમ તો મને ઘણું સારું છે, પરંતુ ઘરે જવાની આતુરતા એટલી બધી વધી ગઈ છે કે મારો જીવ મુંઝાય છે…. મને જલ્દી ઘરે મોકલો તો સારું…’
બસ તંત્રએ રાતે જ નિર્ણય કર્યો અને પ્રિન્સને ઘરે મોકલ્યો….

પ્રિન્સ ચાવલા…. ૨૪ વર્ષનો યુવાન, રાજ્યના માહિતી ખાતામાં ફેલો સ્ટુડન્ટ તરીકે ફરજ બજાવે છે… ગત સપ્તાહે તેનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો… બસ જાણે કે પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવી લાગણી પ્રિન્સના શરીર માં વ્યાપી ગઇ… પ્રિન્સને અમદાવાદ શહેરની સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યો… ત્યાં નિયમિત સારવાર,ભોજન અને અન્ય સુવિધાઓ સાથે પ્રિન્સ સમય પસાર કરવા લાગ્યો… આ માસની છઠ્ઠી તારીખે તેનો ફરી ટેસ્ટ કરવામાં આવ્યો… તો પરિણામ નેગેટીવ આવ્યું … તેને પગલે પ્રિન્સ માં એક પ્રકારની ચેતનાનો સંચાર થયો….

પ્રિન્સ કહે છે કે, ‘ સમરસ હોસ્ટેલમાં ઘણી સારી સુવિધા હતી પરંતુ ખોટ હતી તો ઘરના વાતાવરણની… છઠ્ઠી તારીખે જ્યારે મારો પ્રથમ ટેસ્ટ નેગેટિવ આવ્યો ત્યારથી જ એક પ્રકારની આતુરતા શરીરમાં વ્યાપી ગઈ કે હવે ઘરે જવાનું નિશ્ચિત છે…. રાત તો જેમતેમ કરીને પસાર કરી સવાર પડતાં જ સુરજના કિરણો રૂમમાં પ્રવેશ્યા અને પાછો મનમાં સંચાર થવા લાગ્યો… ક્યારે ઘરે જઈશ…?

એમ કરતા કરતા રાતના દસ વાગ્યા મેં હોસ્પિટલના સમરસ હોસ્ટેલ ના ઇન્ચાર્જ આઈએએસ અધિકારી શ્રી દિલીપ રાણાને સીધો ફોન કર્યો કે સાહેબ મારે ઘરે જવું છે… મારો જીવ મુંઝાય છે અને સાહેબે અત્યંત સંવેદનાથી સાંભળીને સીધી હોસ્પિટલમાં સુચના આપી… અને તરત જ મારા માટે એક ખાસ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી…

મને રાત્રે બાર વાગે ઘરે પહોંચાડવામાં આવ્યો…જો કે મને ઘરે જવાની ઉતાવળ એટલે પણ હતી કે એ દિવસે મારી મમ્મીનો જન્મદિવસ હતો…અને હું ઈચ્છતો હતો કે જન્મદિવસે હું મમ્મી પાસે પહોંચ્યું… અને મારી મમ્મી પણ એવું વિચારતી હતી કે આજે મારો prince મારી પાસે હોત તો કેવું સારું…! અને ખરેખર તંત્રએ મને મારી મમ્મી પાસે મોકલ્યો… તંત્રનો ખુબ ઋણી છું….’ એમ તે ઉમેરે છે…

યોગાનુયોગ માતૃ દિન પૂર્વે, માતાના જન્મદિને માતાના ખોળામાં પ્રિન્સે માથું મૂક્યું… અને વિમળા દેવી બોલ્યા, આવી ગયો બેટા…? અને પ્રિન્સ ચોધાર આંસુએ રડી પડ્યો. (હિમાંશુ ઉપાધ્યાય)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.