મોડાસાની કોવીડ હોસ્પિટલમાં દવા સાથે દુવા : કોરોના વોરિયર્સ અને કોરોનાગ્રસ્ત દર્દીઓ કરે છે સામૂહિક પ્રાર્થના
કોવિડ-૧૯ની સામે જંગ લડી રહેલા તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ દ્વારા મોડાસા કોવિડ-૧૯ હોસ્પિટલમાં અનોખો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.સામાન્ય રીતે દર્દીઓ કોરોના થયો હોવાની વાત સાંભળતા જ અડધી હિંમત હારી જતા હોય છે જેથી કોરોનાના દર્દીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ઉભી કરાયેલ કોવીડ હોસ્પિટલમાં સવારે-સાંજે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે કોરોના અસરગ્રસ્ત જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના હોસ્પિટલના કોરોના વોરિયર્સ અને કોરોનાગ્રસ્ત દર્દીઓ કરી રહ્યા છે કોરોના સૈનિકો દ્વારા દવાની સાથે દુઆ પણ માંગવામાં આવી રહી છે.કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ઉચ્ચ ગુણવત્તા સભર જમવાનું અને આયુર્વેદિક ઉકાળો,યોગા અને કોરોના વોરિયર્સ દર્દીઓ સાથે વાર્તાલાપ કરી માનસિક હૂંફ આપવામા આવતા દર્દીઓ ઝડપથી સજા થઇ રહ્યા છે
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં કોરોના વાઇરસ અસરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોવીડ-૧૯ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે જેમાં સારવાર લેનાર ૧૬ દર્દીઓ કોરોના થી મુક્ત થતા રજા આપવામાં આવી છે આ દર્દીઓ માટે હોસ્પિટલના તબીબો તથા સ્ટાફ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ માહોલ વચ્ચે દવા સાથે દુઆ પણ નિયમીત રીતે માંગવામાં આવે છે.
લોકડાઉનના માહોલમાં ડોક્ટરો થી લઇને પેરામેડિકલ સ્ટાફ આ ભયાનક બિમારીની સામે લડત આપી રહ્યો છે. આવા માહોલ વચ્ચે પણ દર્દી સાજો થઇને તેના ઘેર પરત ફરે તેવા જ તેમના પ્રયાસ છે. આ પ્રયાસમાં તેઓ જીત હંમેશા રહે તે માટે આ સામૂહિક પ્રાર્થના કરી છે. જેમાં વિવિધ ધર્મના લોકો હોય છે, તેઓ તેમના ધર્મની પણ પ્રાર્થના કરીને દુઆ માંગતા હોય છે. મોડાસાની કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ માટે રમત-ગમત ના સાધનો પણ ઉપલબદ્ધ કરાવવામાં આવ્યા છે