ભારતમાં અત્યાર સુધીમાં દેશમાં 20,917 દર્દી કોરોનાની બીમારીથી સાજા થયા
આ કારણે કુલ સાજા થવાનો દર વધીને 31.15% થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 67,152 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. ગઇકાલથી અત્યાર સુધીમાં, ભારતમા કોવિડ-19ના 4,213 કેસ વધ્યા હોવાની પુષ્ટિ થઇ છે. વિવિધ તબીબી પ્રોફેશનલોની કામગીરીની પ્રશંસા કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોવિડ-19નો સામનો કરવામાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં તબીબી પ્રેક્ટિશનરોએ જે દૃઢ સંકલ્પ સાથે સેવા આપી છે
તેનાથી દેશને ગૌરવ છે. તેમણે ફરી એકવાર દેશને અપીલ કરી હતી કે, ડૉક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ સાથે કોઇપણ પ્રકારે ખરાબ વર્તન ન થવુ જોઇએ અને તેમના પર હુમલા ન થવા જોઇએ; તેના બદલે, તેમણે અત્યાર સુધી જાહેર જનતાની મદદ માટે આટલા મોટાપાયે જે પ્રયાસો કર્યા તે બદલ તેમનું સન્માન કરવુ જોઇએ. તેમણે કહ્યું કે, ડૉક્ટરો, નર્સો, આરોગ્ય સંભાળ કર્મચારીઓને કોવિડ-19 સામેની લડાઇમાં આપણે આદર, સહકાર અને મદદ આપવી જોઇએ.