અંબાજી મંદીર, નારણપુરા દ્વારા મધ્યમ વર્ગીય પરિવારોને રોકડ સહાય! મંદીરની અનોખી પહેલ
વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીમાં સંક્રમણ રોકવા લોક ડાઉન રખાયાને કારણે રોજનું રોજ કમાવી ખાનાર સૌ ને તકલીફ પડી રહી છે. આ સંજોગોમાં ગરીબ વર્ગ ને સરકારી સહાય કે અન્ય પાસેથી સહાય મળતી હોય છે, પરંતુ મધ્યમ વર્ગ ની પરિસ્થિતિ ન કહેવાય કે સહેવાય એવી હોય છે. આવા ૧૦૦ પરિવારો ને અંબાજી મંદીર, ચાંદની ચોક, નારણપુરા દ્વારા પ્રત્યેક ને રુપિયા એક હજારની રોકડ સહાય ચુકવી મંદિરે અનોખો ચીલો પાડ્યો છે. મધ્યમ વર્ગ ને સહાય કરવાની પ્રેરણા મંદીરના ટ્રસ્ટી નરસિંહભાઈ પટેલે આપી હતી.
આ સહાય રોજનું કમાઈ ખાતા, જેમનેા ધંધો સાવ બંધ થઈ ગયો હોય તેવા રીક્ષાવાળા, છૂટક પાપડ કે કટલરી વેચતા, ખાખરા બનાવવાનું કામ કરતા, નિરાધાર ભાઈ બહેનોને ચુકવવામાં આવી હતી. શ્રી અંબાજી મંદીર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી નરસિંહભાઈ પટેલ તરફથી રુપિયા એક લાખની સહાય મધ્યમ વર્ગના જરુરીયાત વાળા પરિવારો ને ચુકવવામાં આવી છે.