મોડાસા સંપૂર્ણ લોકડાઉન : જીલ્લા કલેક્ટરે મોડાસા ચાર રસ્તા સહીત વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવ્યો
મોડાસામાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જાહેરનામું બહાર પાડ્યું છે.૧૧ મે થી ૧૭ મે દરમિયાન મોડાસા શહેરમાં દૂધ, મેડિકલ, એલપીજી ગેસ, વ્યાજબી ભાવની દુકાન, હોસ્પિટલ સિવાય ની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર એ મોડાસાના વિવિધ કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી.
આ વિસ્તારમાં પૉલિસ સુરક્ષા વ્યવસ્થા સહિત લોકોની અવરજવર વિશે જાણકારી મેળવી હતી. ખાસ કરીને કન્ટેઇનમેન્ટ એરિયામાં પુરવઠો તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કેવી રીતે પહોંચાડવામાં આવે છે, તે અંગે પણ સૂચનો કર્યા હતા.જિલ્લાના અન્ય તાલુકા મથકો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૧૭ મે સુધી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રાખી સંપૂર્ણ લોકડાઉનમાં જોડાયા હતા
અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં કૉરોનાના વધતા કેસને લઇને મોડાસા શહેરના વેપારી એસોસિએશન અને નગરપાલિકા ના પ્રમુખ દ્વારા વેપાર ધંધા બંધ રાખવા માટે સ્વૈચ્છિક સંમતિ આપવામાં આવી હતી, ત્યારે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે એપેડેમીક ડિસિઝ એક્ટ અને ડિઝાસ્ટર એક્ટ મુજબ જાહેરનામું બહાર બહાર પાડી મોડાસા શહેરને સંપૂર્ણ લોકડાઉન રાખવા નો આદેશ કર્યો છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ જોઇએ તો બાયડમાં ૭, ભિલોડામાં ૧૩, મેઘરજમાં ૯, ધનસુરામાં- ૭, મોડાસા તાલુકામાં ૧૭ જયારે મોડાસા શહેરમાં ૨૩ મળી કુલ- ૭૬ પોઝીટીવ દર્દીઓ જિલ્લામાં નોંધાયા છે. મોડાસા શહેરમાં તમામ મુખ્યમાર્ગો પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ વાહનચાલકોની સઘન પૂછપરછ પછી જ આગળ વધવા દેવામાં આવતા હતા