મસાલા કિંગ ધનંજય દાતાર યુએઈથી ભારતીયોને પરત લાવવા સ્પોન્સર કરશે
હાલમાં કોવિડ 19 રોગચાળાના ચાલતા યુએઈથી ભારત પરત ફરવાની રાહ જોતા હજારો ફસાયેલા ભારતીયો માટે આશાસ્પદ સમાચાર છે. આ બન્ને દેશો વચ્ચે હવાઈ ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો છે અને ભારતીય કોન્સ્યુલેટ સાથે નામોની નોંધણી અને ટિકિટ બુકિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અલ આદિલ ટ્રેડિંગના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ધનંજય દાતાર ભારત પરત આવી રહેલા જરૂરિયાતમંદ મુસાફરોના હવાઈ ટિકિટ ખર્ચને પ્રાયોજિત કરવામાં પોતાનો સહયોગ વધારી રહ્યા છે.
ડૉ. દાતરે કહ્યું કે તેઓ ટિકિટ ખર્ચમાં અને યુએઈના ભારતીયો કે જેઓ દેશત્યાગની રાહ જોઈ રહ્યા હોય તેમની માટે કોવિડ પરીક્ષણ ફીમાં ફાળો આપશે. ડૉ. દાતારે કહ્યું કે જે લોકો વતનની મુસાફરી કરવા માટે ખર્ચ પૂરો કરી શકતા નથી તેમને મદદ કરવા માટે તેમની તરફથી આ એક વ્યક્તિગત પહેલ છે. રોગચાળાના કારણે ફસાયેલા લોકોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા લેવાયેલા પ્રયાસો એ તેમને મદદ કરવા માટે હાથ ધરાયેલ સૌથી મોટી પહેલ છે. તેમણે કહ્યું કે, ખાલી કરવાની સૌથી મોટી ઇમર્જન્સીમાંથી એક તરીકે આને જોઈ શકાય છે, અને આપણા ભાઈ-બહેનોને મુશ્કેલીમાં મદદ કરવી એ આપણી ફરજ છે.
“એવા ઘણા લોકો છે જે હવાઈ ભાડું અને કોવિડ પરીક્ષણ ફી ને પહોંચી વળવાની સ્થિતિમાં નથી. હું સમજુ છું કે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી હોવાથી તેમજ તેમની પાસે જરૂરી પૈસા ન હોવાથી વતન પરત જવાની આ પહેલનો લાભ લેવા માટે તેઓ અસક્ષમ છે. હું માન્ય સંસ્થાઓ સાથે સંકલન કરીશ જે જરૂરિયામંદોને સહાય કરવા માટે હાથ લંબાવે છે. આ સંદર્ભમાં તમામ જરૂરી માર્ગદર્શિકાને ખાસ અનુસરવામાં આવશે. મેં ભારતીય કોન્સ્યુલેટ જનરલ શ્રી વિપુલ સાથે વાત કરી કે હું ભારતીયો માટે ટિકિટ પ્રાયોજીત કરવા માંગુ છું. હું મારું નાનું કામ કરી રહ્યો છું અને મને આશા છે કે મારી પહેલ ઉપયોગી નીવડશે. મારા બધા સાથી નાગરિકોને પણ તેમનાથી બનતું કરવા માટે વિનંતી કરું છું કે જેથી આપણે સાથે મળીને વહેલી તકે આ સંકટને દૂર કરી શકીએ. ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયામાં સામેલ એવા તમામને પ્રયત્નો બદલ હું આભાર વ્યક્ત કરું છું અને સલામ કરું છું.” ડૉ. દાતારે ઉમેર્યું.
ડૉ. ધનંજય દાતારના નેતૃત્વ હેઠળ અલ આદિલ ટ્રેડિંગ જૂથે 9000 થી વધુ ભારતીય ઉત્પાદનો યુએઈમાં લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. આજે આ જૂથ ખાડી દેશોમાં ફેલાયેલા 43 જગ્યા ધરાવતા સુપર સ્ટોર્સની સાંકળ, 2 આધુનિક મસાલા ફેક્ટરીઓ, 2 લોટ મિલો અને આયાત-નિકાસ કંપનીનો સમાવેશ કરે છે. યૂએઇના શાષકોએ ધનંજયને વેપાર ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ એક પ્રતિષ્ઠિત એવોર્ડ અને મસાલા કિંગના બિરુદથી સમ્માનિત કર્યા.
આ જૂથ પોતાની ‘પીકોક’ બ્રાન્ડ હેઠળ તૈયાર ફ્લોર્સ, મસાલા, અથાણાં, જામ, નમકીન અને ઇન્સ્ટન્ટ્સ જેવી કેટેગરીમાં 700થી વધુ ઉત્પાદનો કરે છે. જૂથની ભારતીય ઓફિસ, મસાલા કિંગ એક્સપોર્ટ્સ (ભારત) પ્રા. લિ. સફળતાપૂર્વક મુંબઇથી કાર્યરત છે. અલ આદિલ ગ્રુપ સક્રિય વિસ્તરણ મોડમાં છે અને અન્ય અખાત દેશોમાં તેના આઉટલેટ્સમાં વધારો કરે છે. કમ્પનીએ તેના ખાસ રૂટ યુએસએ, કેનેડા, કેન્યા, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટાલી, એરેટ્રિયા, કુવૈત, ઓમાન, બહેરિન, સાઉદી અરેબિયા અને યુએઈમાં સ્થાપિત કાર્ય છે.