Western Times News

Gujarati News

સુમાયા લાઈફસ્ટાઈલને કોટન માસ્ક અને પીપીઈ કિટ્સનો પુરવઠો પૂરો પાડવા રૂ. 525 કરોડના ઓર્ડર્સ મળ્યા

મુંબઈ, એનએસઈ ઈમર્જ પર લિસ્ટેડ ખાસ મહિલાઓની ફેશન બ્રાન્ડ સુમાયા લાઈફસ્ટાઈલ લિમિટેડ http://www.suumayalifestyle.com/ (NSE Emerge: SUULD ISIN: INE591Q01016)ને કોવિડ-19 એસેન્શિયલ્સ, રિયુઝેબલ કોટન માસ્ક્સ અને પીપીઈ કિટ્સનો પુરવઠા પૂરો પાડવા માટે ભારતભરમાં વિવિધ સરકારી સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ પાસેથી રૂ. 525 કરોડ (આશરે)ના અનેક ઓર્ડર્સ મળ્યા છે. મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવાં શહેરો કોવિડ-19 પોઝિટિવના સૌથી વધુ કેસો નોંધાયા છે ત્યારે કંપનીને કટોકટીના સમયમાં આ ઓર્ડર પ્રાપ્ત થયા છે.

સુમાયા આગામી પાંચ મહિનામાં લગભગ 50 લાખ રિયુઝેબલ કોટન માસ્ક્સ અને 35 લાખ પીપીઈ કિટ્સ પૂરા પાડવાની યોજના ધરાવે છે. આ ઓર્ડર્સનો અમલ કરવા માટે સંપૂર્ણ ઉત્પાદન સુરત, અમદાવાદ અને મુંબઈ ખાતે સુમાયાના એક્સક્લુઝિવ કોન્ટ્રાક્ટેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ખાતે પ્રક્રિયા કરવામાં આવશે. કંપનીએ આ પ્રોજેક્ટોની આસાન અમલબજાવણી માટે કાર્યશીલ મૂડીની આવશ્યકતાને પૂરતી રીતે પહોંચી વળવા માટે ભંડોળ ઊભું કરવા માટે જરૂરી પગલાં લીધાં છે.

પ્રાપ્ત થયેલા ઓર્ડર્સ વિશે જણાવતાં સુમાયા લાઈફસ્ટાઈલ લિમિટેડના ચેરમેન શ્રી ઉશિક ગાલાએ જણાવ્યું હતું કે આપણો દેશ ખાસ કરીને મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવાં મેટ્રો શહેરો કોવિડ- 19 પોઝિટિવ કેસોની વધતી સંખ્યા સાથે અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યો છે. આવા સમયે અમને રાષ્ટ્રની સેવા કરવાનો મોકો આપવા બદલ હું સરકાર અને ખાનગી સંસ્થાઓનો આભારી છું. હવે વહેલી તકે કોવિડ-19 માટે જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે સુરત અને અમદાવાદમાં સ્થિત અમારી ફેક્ટરીઓમાં યુદ્ધને ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે.

શ્રી ગાલાએ ઉમેર્યું હતું કે અમને પ્રાપ્ત કુલ ઓર્ડર્સમાં વિવિધ સરકારો પાસેથી રૂ. 65 કરોડના ઓર્ડર મળ્યા છે. વિવિધ કેન્દ્રીય સરકારી એજન્સીઓ તરફથી રૂ. 15 કરોડના ઓર્ડર મળ્યા છે. ઉપરાંત અમને વિવિધ વૈશ્વિક વીસી ફંડ્સ દ્વારા ટેકો ધરાવતી યુનિકોર્ન સ્ટાર્ટ-અપ ઝિલિંગો પાસેથી રૂ. 400 કરોડના અને વિવિધ બહુરાષ્ટ્રીય અને કોર્પોરેટ પાસેથી રૂ. 45 કરોડના ઓર્ડર મળ્યા છે.

કંપનીએ સુમાયા 2.0 વ્યૂહરચના ઘડી કાઢવા માટે નિષ્ણાત સમિતિ સ્થાપિત કરી છે, જે વર્તમાન કટોકટીમાં કઈ રીતે આગળ વધી શકાશે તેનું મૂલ્યાંકન કરશે અને કોવિડ-19 પશ્ચાત કોઈ ઓર્ગેનિક અથવા ઈનોર્ગેનિક વૃદ્ધિની તકો છે કે કેમ તેની ખોજ કરશે. ઓર્ડરો સાથે સુમાયા મેડિકલ ટેક્સટાઈલ્સના નવા વૃદ્ધિના ક્ષેત્રમાં પ્રવેશી છે, જેમાં પ્રવર્તમાન મહામારી પછી ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પૂરતી વૃદ્ધિ જોવા મળવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.