Western Times News

Gujarati News

Whatsappપર ‘Hi’ કહો- વળતા મેસેજની લીંક પર ફોર્મ ભરો અને ૨૪ કલાકમાં જ તમારુ હેલ્થ ચેક કરાશે

प्रतिकात्मक

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું

કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા જિલ્લા પ્રશાસન સતત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં થર્મલ સ્ક્રિનીંગ, હેલ્થ ચેક–અપ, સેનીટાઈઝેશન, શહેરમાંથી લોકોની અવર જવર પર નિયંત્રણ સહિત અનેક રક્ષાત્મક પગલા લેવાયા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શરુ કરાયેલા લાઈવ ડેશ બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે જ ૨૪ કલાકમાં લોકોના હેલ્થ ચેક અપની વ્યવસ્થા ઉપલબ્ધ કરતો નવો અભિગમ શરુ કરાયો છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, “ જિલ્લામાં કોરોનાનું નિયંત્રણ કરવા અનેક પગલા લેવાયા છે. તે પૈકી હેલ્થ ચેક અપ પણ મહત્વનું પાસુ છે. જો કે આટલી મોટી સંખ્યામાં એક સાથે હેલ્થ ચેક અપ કરવું અઘરુ છે ત્યારે આના માટે આરોગ્ય શાખા દ્વારા લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું છે.’

આ સુવિધાઓ ઉલ્લેખ કરી તેમણે વધુમાં જણાવ્યું છે કે, “ જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ યોધ્ધા કમિટી બનાવાઈ છે. ગામમાં કોઈને પણ તાવ-શરદીના લક્ષણો હોય તો આ કમિટીના સભ્યો નિયત કરાયેલા Whatsappનંબર ૯૦૧૬૨૭૨૮૧૦ (9016272810) માત્ર (Hi) લખીને મેસેજ કરશે તો તરત જ મેસેજ કરનાર વ્યક્તિના મોબાઈલ વળતા મેસેજમાં એક લઇંક આવશે, આ લિંક ખોલવાથી તેમા ઉપલબ્ધ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે…. આ વિગત જિલ્લ્લાના ડેશ બોર્ડમાં આવશે ત્યાંથી તાલુકા મારફતે સંબંધિત વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર્માં આવશે અને તેના દ્વારા ૨૪ કલાકમાં જે તે વ્યક્તિની તપાસ- નિદાન કરવામાં આવશે. અને જો કોઈ પોઝીટીવ લક્ષણો જણાઅશે તો નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે…’ એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલેખનીય છે કે, જિલામાં અત્યાર સુધી અનેક લોકોના ટેસ્ટ કરાવાયા છે. ૨૨ એપ્રિલથી કાર્યરત કરેલી મોબાઈલ ટેસ્ટીંગ દ્વાતા પણ રોજના ૫૦ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. સાથે સાથે અનેક લોકોના સ્વાસ્થ્યની ચકાસ કરાઈ છે. ત્યારે આ સુવિધાથી ખરેખર જેને તાવ-શરદી જેવા લક્ષણો હશે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કે ટેસ્ટ સત્વરે હાથ ધરાશે જેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું વધતું અટકાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.