દિવ્યાંકા શરદ મલ્હોત્રા અંગે વાત કરતા જ રડી પડી હતી
મુંબઈ, ટીવીની સૌથી પાપ્યુલર ઍક્ટ્રેસિસમાંની એક દિવ્યાંકા ત્રિપાઠી પોતાના પતિ સાથે મેરિડ લાઈફને ખૂબ એન્જાય કરી રહી છે અને અવાર-નવાર સોશિયલ મીડિયા તેની ઝલક ફેન્સ સાથે શેર કરતી રહે છે. અત્યારે તેનો એક જૂનો વિડીયો ચર્ચામાં છે, જેમાં તે પોતાના એક્સ બાયફ્રેન્ડ શરદ મલ્હોત્રા સાથે રડતી દેખાઈ રહી છે. આ વિડીયો રાજીવ ખંડેવાલાના ચેટ શો ‘ત્નેડડ મ્ટ્ઠટ્ઠંં’નો છે. જેમાં દિવ્યાંકા શરદ મલ્હોત્રા વિશે વાત કરતા રડી પડે છે.
આ વિડીયો Âક્લપમાં શરદ સાથેના બ્રેકઅપ અંગે રાજીવના સવાલોના જવાબ આપતી દિવ્યાંકા ત્રિપાઠી દેખાઈ રહી છે. દિવ્યાંકા કહી રહી છે કે, મેં બધું ટ્રાય કર્યું. ખબર છે હું કઈ હદ સુધી ગઈ હતી ? મેં અંધવિશ્વાસના લેવલ સુધી જતી રહી હતી. તે કહી રહી હતી કે, હું એ લેવલ પર જતી રહી હતી કે, હું વિચિત્ર લોકોને મળવા લાગી હતી. મેં તેમને મળીને એ વાતો કરી કે, શું સાચેમાં તેના પર કોઈએ કશું કરી દીધું છે ? ૮ વર્ષ બાદ આવું કેવી રીતે થઈ શકે ?
દિવ્યાંકા આગળ કહી રહી છે, એક સમય આવ્યો જ્યારે મને લાગ્યું કે, જા કોઈનો પ્રેમ પામવા માટે આ બધું કરવું પડે તો આ પ્રેમ છે ? આનાથી તો સારું છે તમે એકલા રહો. હવે દિવ્યાંકાનો આ જૂનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટીવી સ્ટાર દિવ્યંકા ત્રિપાઠીને ૨૦૦૩માં નાના પડદા પર ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદથી સતત તે ચર્ચામાં રહી છે. ઝી ટીવી પર તેની બનૂ મે તેરી દુલ્હન બાદ વધારે જાણિતી બની હતી. હાલ તેનો વિડિયો વાયરસ થયો હતો જેથી તે ચર્ચામાં આવી ચુકી છે. વિડીયો ક્લિપમાં શરદ સાથેના બ્રેકઅપ અંગે રાજીવના સવાલોના જવાબો આપતી દિવ્યાંકા ત્રિપાઠી દેખાય છે