અમિતાભ-આયુષ્યમાની ગુલાબો સિતાબો ૧૨મી જૂને અમેઝોન પર સ્ટ્રીમ થશે
મુંબઈ, કોરોનાવાઈરસને કારણે દેશમાં છેલ્લાં દોઢ મહિના લાકડાઉન ચાલી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરી રીતે બંધ છે. હાલમાં ફિલ્મના તથા ટીવીના શૂટિંગ સંપૂર્ણ રીતે બંધ છે અને ફિલ્મ થિયેટરમાં ક્યારે રિલીઝ થશે તે ખ્યાલ નથી. છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચા હતી કે નાના તથા મીડિયમ બજેટની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી શકે છે. જોકે, મોટાભાગના ડિરેક્ટર્સ તથા પ્રોડ્યૂસર્સે ઓફિશિયલી કોઈ જાહેરાત કરી નહોતી. હવે, અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાનાની ‘ગુલાબો સિતાબો’ ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર ૧૨ જૂને સ્ટ્રીમ થશે. થિયેટરની જેમ જ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ શુક્રવારે જ ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવશે. આયુષ્માને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું,
એડવાન્સમાં બુક કરી રહ્યાં છીએ. એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ સ્પોટબોયના મતે, પ્રોડ્યૂસર રોની લહરી તથા ડિરેક્ટર શૂજીત સરકાર ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે તૈયાર હતાં. જોકે, આયુષ્માન ખુરાના આ માટે તૈયાર નહોતો. એક્ટર ઈચ્છતો હતો કે ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવે. જોકે, કોરોનાવાઈરસને કારણે બિઝનેસ પર ઘણી જ અસર થઈ રહી હતી, તેથી જ અંતે ફિલ્મને ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
‘ગુલાબો સિતાબો’ પહેલાં ૨૦૨૦માં ૨૪ એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ પછી આ ફિલ્મ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ થશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અમિતાભ લખનઉમાં રહેતા મકાનમાલિકના તથા આયુષ્માન ખુરાના ભાડુઆતના રોલમાં છે. અમિતાભ તથા આયુષ્માન પહેલી જ વાર સાથે કામ કરી રહ્યાં છે.