Western Times News

Gujarati News

રાજયના માર્ગ મકાન વિભાગના 10000 કરોડના કામો શરૂ: નાયબ મુખ્યમંત્રી 

ગાંધીનગર – અમદાવાદ છ માર્ગીય લેનના માર્ગનું બાંધકામ શરૂઃ અન્ય કામો પણ ટૂંક સમયમા શરૂ કરવાનુ આયોજન

પકવાન ચાર રસ્તાા પાસે ઓવરબ્રીજ નિર્માણના કાર્યની જાત માહિતી મેળવવા નાયબ મુખ્યમંત્રીશ્રી એ લીધી મુલાકાત

પકવાન ચાર રસ્તાનુ કામ ઓગસ્ટના અંત સુધીમાં તથા વેશ્નોદેવી સર્કલ તથા સાણંદ સર્કલનું કામ ઓકટોબર માસના અંતમાં પૂર્ણ કરવાનું આયોજન

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે લૉકડાઉન દરમિયાન દેશની આર્થિક પ્રવૃત્તિ શરૂ થાય અને લોક ડાઉનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે આંશિક છૂટછાટો આપવાની શરૂઆત કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન માર્ગ મકાન વિભાગના કામો જે બંધ હતા તે શરૂ કરવાની મંજૂરી પણ આપી છે ત્યારે રાજ્યના માર્ગ મકાન વિભાગના અંદાજે રૂપિયા ૯ થી ૧૦ હજાર કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. જયારે અન્ય કામો પણ રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટરોના સંકલનમાં રહી ટૂંક સમયમાં શરૂ કરવાનું આયોજન છે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા માટે છ માર્ગીય લેનનો રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વિકાસલક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર આવેલ પકવાન ચાર રસ્તા પર તૈયાર થઇ રહેલા ઓવરબ્રિજના કામની નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ ઓગષ્ટના અંત સુધીમાં પુર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. એ જ રીતે સાણંદ સર્કલ અને વેશ્નોદેવી સર્કલ પર પણ ઓવરબ્રીજ અને અંડરબ્રીજના કામો હાથ ધરવામા આવશે અને આ કામો પણ ઓકટોબર માસના અંત સુધીમાં પૂર્ણ કરવાનું રાજય સરકારનું આયોજન છે. આ પ્રોજેક્ટનુ કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થતાં કામ અટક્યું હતું.

નાયબ મુખ્યમંત્રી ઉમેર્યુ કે નર્મદા નિગમ દ્વારા પણ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ અને કડી થી ઢાંકી સુધીની કેનાલ કે જે બાવીસ વર્ષથી ચાલું છે તેનુ પણ મેઈન્ટેનન્સ કરવું જરૂરી હોઈ કેનાલમા પાણીના વહનની કેપીસીટી ઓછી કરીને પાણીનું લેવલ નીચુ લાવીને તેનું મેઈન્ટેનન્સ કરવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.