હુવેઈએ વોચ GT 2e ભારતમાં રૂ. 11,990માં પ્રસ્તુત કરશે
• હુવેઈ વોચ GT 2e 15 મેથી એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર્સ માટે ઉપલબ્ધ થશે
• ગ્રાહકોને એમેઝોન પર રૂ. 3,990ની કિંમત ધરાવતા AM61 બ્લૂટૂથ ઇયરફોન ફ્રી મળશે
• ફ્લિપકાર્ટ પર દરેક ખરીદી માટે ગ્રાહકોને રૂ. 3,990ની કિંમત ધરાવતા AM61 બ્લૂટૂથ ઇયરફોન
• હુવેઈ વોચ GT 2e રૂ. 11,990ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ થશે
નવી દિલ્હી, હુવેઈ કન્ઝ્યુમર બિઝનેસ ગ્રૂપ ઇન્ડિયાએ ભારતમાં વેરેબલ સેગમેન્ટમાં લેટેસ્ટ ઓફર હુવેઈ વોચ GT 2e પ્રસ્તુત કરી છે. ગ્રાહકો એમેઝોન અને ફ્લિપકાર્ટ એમ બંને પર વોચનો પ્રી-ઓર્ડર આપી શકે છે. આ વેરેબલ સેગમેન્ટમાં સૌથી વધુ ખાસિયતો ધરાવતી શ્રેષ્ઠ પ્રોડક્ટ પૈકીની એક છે, જેની કિંમત ફક્ત રૂ. 11,990 છે.
15મેથી શરૂ થઈને 28 મે સુધી ગ્રાહકોને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 6 મહિના નો કોસ્ટ ઇએમઆઇના મળશે. ઉપરાંત હુવેઈ વોચ GT 2eની ખરીદી 15 મેથી 21 મે સુધી કરનાર ગ્રાહકોને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર રૂ. 3,990ની કિંમત ધરાવતા AM61 બ્લૂટૂથ ઇયરફોન ફ્રી મળશે.
શ્રેષ્ઠ બિલ્ટ અને ડિઝાઇન સાથે હુવેઈ વોચ GT 2e ખાસિયતો ડાયલના બોડીમાં ઉત્કૃષ્ટ એમોલેડ કલરફૂલ ડિસ્પ્લેના સમન્વય સાથે પ્રીમિયમ લૂક ધરાવે છે, જે યુવા પેઢી અને મિલેનિયલ્સ માટે અમૂલ્ય ખરીદી બનાવે છે, જેઓ પ્રોફેશનલ દુનિયામાં સામેલ થયા છે. વેરેબલ સેગમેન્ટમાં પરિવર્તનકારક પ્રોડક્ટ આ વોચ 100 વર્કઆઉટ મોડ સાથે આવે છે, જેમાં ડેડિકેટેડ 15 પ્રોફેશનલ વર્કઆઉટ મોડ સામેલ હતા, જેમાં 8 આઉટડોર એક્ટિવિટી અને 7 ઇન્ડોર એક્ટિવિટી સામેલ છે. બે અઠવાડિયાની ઉત્કૃષ્ટ બેટરી લાફ સાથે આ સજ્જ છે. આ સ્માર્ટવોચ નવી અને ઓન-ધ-ગો ટ્રેન્ડસેટિંગ જનરેશન માટે આદર્શ છે.
હુવેઈ વોચ GT 2e ઉત્કૃષ્ટ ડિઝાઇન, સક્રિય જીવનશૈલીથી પ્રેરિત છે. આ અગાઉની જનરેશનની સરખામણીમાં ડિઝાઇનમાં કેટલાક સુધારા લાવી છે, જેમાં કન્સીલ ક્રાઉન સામેલ છે, જે વધારાની ડિઝાઇન સાથે વોચ બોડી સાથે આવે છે. હુવેઈ વોચ GT 2e બે અઠવાડિયાની સારી બેટરી લાઇફ ધરાવે છે.
હુવેઈ વોચ GT સીરિઝ હવે સ્વાસ્થ્ય સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ માપદંડ SpO2 ખાસિયત સાથે આવે છે. આ ખાસિયત સાથે યુઝર્સ લોહીમાં ઓક્સિજનના સ્તર પર સરળતાપૂર્વક નજર રાખી શકે છે. હુવેઈ વોચ GT 2eને 1.39-ઇંચ એમોલેડ હાઇ પ્રીસિઝન ટચ ડિસ્પ્લે પર ગર્વ છે, જે રેટિના-ગ્રેડ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. વાઇબ્રન્ટ ડિસ્પ્લે ઉનાળામાં સૂર્યપ્રકાશમાં પણ ક્લીઅર વ્યૂ આપવામાં સહાય કરે છે.
ક્લાસિક સ્ટાઇલથી પ્રેરિત ટ્રેન્ડી સ્ટ્રીમલાઇન ડિઝાઇન, છતાં પરંપરાને તોડે છે હુવેઈ વોચ GT 2eની ડિઝાઇન સ્પોર્ટી છે, ત્યારે હુવેઈ વોચ GT 2ની ડિઝાઇન ક્લાસિક છે. સામાન્ય રીતે વોચ ફેસ એની પટ્ટીથી અલગ હોય એવી પરંપરાગત ડિઝાઇનને અનુસરવાને બદલે આ વોચ સ્ટ્રીમલાઇન, આધુનિક લૂક માટે ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેપ સાથે ક્લાસિક રાઉન્ડ ડાયલ ધરાવે છે – જે સ્માર્ટવોચને નવી ઊંચાઈએ લઈ જશે. એનું સ્ટેઇનલેસ સ્ટીલ બોડી કન્સીલ, ક્રાઉન ડિઝાઇનનું પૂરક છે, જે વોચના કર્વ્ડ સીલહટ સાથે સમન્વિત છે. વોચ ચાર નવા કલરમાં ઉપલબ્ધ છે – ગ્રેફાઇટ બ્લેક, લાવા રેડ, મિન્ટ ગ્રીન અને આઇસી વ્હાઇટ, જેની સ્ટ્રેપ સોફ્ટ અને સુવિધાજનક ફ્લોરરબરની બનેલી છે. ડ્યુલ-કલર, બ્રેથેબલ TPU મટિરિયલ એકસમાન યુનિબોડી ડિઝાઇન પૂર્ણ કરે છે. આ તમામ ખાસિયતો હુવેઈ વોચ GT 2eની સુવિધાની સાથે ટકાઉક્ષમતા સૂચવે છે. સઘન કસરત દરમિયાન પણ ફિટનેસ અને હેલ્થ મોનિટરિંગ સચોટ મળે છે. આ 1.39-ઇંચના એમોલેડ હાઇ પ્રીસિઝન ટચ ડિસ્પ્લે સાથે સજ્જ છે, જે ક્રિસ્પ અને કલરફૂલ છે, જે યુઝર્સને સૂર્યપ્રકાશમાં પણ સ્પષ્ટપણે વિગત જોવાની સુવિધા આપે છે.
100 વર્કઆઉટ મોડ સાથે રમતનો શ્રેષ્ઠ અનુભવ
યુઝર્સ મુખ્ય પ્રવાહની રમતો હોય કે વધારે અનુભવજન્ય રમતોમાં હોય, તેઓ હુવેઈ વોચ GT 2e પર વિવિધ ટ્રેકિંગ મોડ દ્વારા વિશિષ્ટ સવલતો ઓફર કરી શકે છે. હુવેઈ વોચ GT 2e 15 પ્રોફેશનલ વર્કઆઉટ મોડને સપોર્ટ કરે છે, જેમાં આઠ આઉટડોર એક્ટિવિટી (રનિંગ, વોકિંગ, માઉન્ટેઇન ક્લાઇમ્બિંગ, હાઇકિંગ, ટ્રેલ રનિંગ, સાઇકલિંગ, ઓપન વોટર સ્વિમિંગ, ટ્રાઇથ્લોન) અને સાત ઇનડોર એક્ટિવિટી (વોકિંગ, રનિંગ, સાઇકલિંગ, પૂલ સ્વિમિંગ, ફ્રી ટ્રેનિંગ, એલિપ્ટિકલ મશીન, રોવર) સામેલ છે. પ્રોફેશનલ વર્કઆઉટ મોડમાં હુવેઈ વોચ GT 2e વિસ્તૃત મોનિટરિંગ પ્રદાન કરે છે, જે 190 પ્રકારનાં ડેટાને ટ્રેક કરી શકે છે – આ તમામ યુઝરને તેમના વર્કઆઉટમાંથી સૌથી વધુ માહિતી મેળવવામાં મદદ કરે છે. હુવેઈ વોચ GT 2e ઓટોમેટિક 6 પ્રોફેશનલ વર્કઆઉટ મોડ ડિટેક્ટ કરી શકે છે, જે સ્માર્ટર સ્પોર્ટિંગ અનુભવ ઓફર કરે છે.
બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ્સ (SpO2) મોનિટરિંગનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય લોંચિંગ, જે સ્વાસ્થ્યનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે. અતિ કાર્યદક્ષ હર્ટ રેટ પ્રોસેસર પર આધારિત હુવેઈએ પોતે વિકસાવેલી ટ્રુસીન™ 3.5 હર્ટ રેટ મોનિટરિંગ ટેકનોલોજી, ટ્રુરિલેક્સ™ સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનોલોજી અને ટ્રુસ્લીપ™ 2.0 ટેકનોલોજી પર આધારિત હુવેઈ વોચ GT 2e યુઝર્સને હૃદયના ધબકારાના દર પર, તણાવના સ્તર પર અને ઊંઘની ગુણવત્તા નજર રાખવાની સુવિધા આપે છે, જેથી તેમને તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ સમજણ મળી શકે છે. જ્યારે યુઝરના હૃદયના ધબકારાનો દર અતિ વધારે હોય કે અતિ ઓછો હોય, ત્યારે વોચ તાત્કાલિક રિમાઇન્ડર મોકલશે. હુવેઈ વોચ GT 2e હુવેઈની માલિકીની કિરિન A1 ચિપ સાથે સજ્જ છે, જે બે-અઠવાડિયાની બેટરી લાઇફ પ્રદાન કરે છે, યુઝર્સને ફિટનેસ અને હેલ્થ મેનેજમેન્ટ સક્રિયપણે અને વિસ્તૃતપણે કરવા સહાય કરે છે.