બ્રિટાનિયાએ કામદારોને ઝગડિયા ખાતે કામગીરી ફરી શરૂ કરવા માટે અપીલ કરી
ભરૂચ, આ જટિલ અને અભૂતપૂર્વ સમયમાં, આવશ્યક ખાદ્ય ચીજોના ઉત્પાદનમાં રોકાયેલા કર્મચારીઓએ રાષ્ટ્રને અવિરત ફૂડનો સપ્લાય સુનિશ્ચિત કરવા માટે કામગીરી કરવાની ફરજ છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫, કલમ ૨ (વી) ના વટહૂકમમાં, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિ. આવશ્યક ખાદ્યચીજો ઉત્પાદન કેટેગરી હેઠળ આવે છે અને તેથી તેને જરૂરી સલામતી પગલાની ખાતરી સાથે ફરીથી કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવા (૨૬ માર્ચ, ૨૦૨૦ના રોજ સરકારી મંજૂરી આપવામાં આવી).
કામગીરીને ફરીથી શરૂ કરવાની સરકારની મંજૂરી મેળવ્યા પછી, સોશ્યલ ડિસ્ટસ્ટીંગ માર્ગદર્શન મુજબ કંપનીએ સલામતી સુનિશ્ચિત કરવા તરફ કામ કર્યુ અને કાર્ય-પર્યાવરણને સેનિટાઇઝ કર્યુ. તમામ કર્મચારીઓન ૭મી માર્ચે, ૧લી, ૬ઠ્ઠી અને ૧૦મી એપ્રિલે સત્તાવાર પરિપત્રો દ્વારા કામગીરી ફરીથી શરૂ કરવા અંગે સૂચિત કરવામાં આવ્યા હતા. ફેક્ટરી ટીમે તમામ મજૂરોને કામ શરૂ કરવા વ્હૉટ્સઅપ મેસેજ મોકલ્યા હતા.
મેનેજમેન્ટ ટીમે ગામના સરપંચો સાથે વ્યક્તિગત રૂપે મીટિંગ્સ કરી હતી કે જેથી તેઓ સાથે વાતચીત કરે કે કામગીરીને ફરી શરૂ કરવા માટે તમામ વ્યવસ્થાઓ (જરૂરી સોશ્યલ ડિસ્ટસ્ટિંગ પ્રોટોકોલ સાથે ટ્રાન્સપોર્ટનો પણ સમાવેશ) કરવામાં આવી છે. કાર્યસ્થળે આયોજીત તમામ કડક સલામતી પ્રોટોકોલના માર્ગદર્શિત પ્રવાસ માટે સરપંચોને ફેક્ટરીએ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કારીગરોની અનુકૂળતા પ્રમાપ્રમાણે ગૃહાલય ખાતે રોકાણ વ્યવસ્થાની સાથે સાથે નિઃશુલ્ક કેન્ટીન ફૂડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
કામગીરીને ફરીથી શરૂ કરવાની સરકારની મંજૂરી મેળવ્યા પછી, સોશ્યલ ડિસ્ટસ્ટીંગ માર્ગદર્શન મુજબ કંપનીએ સલામતી સુનિશ્ચિત કરવા તરફ કામ કર્યુ અને કાર્ય-પર્યાવરણને સેનિટાઇઝ કર્યુ. તમામ કર્મચારીઓને ૨૭મી માર્ચે, ૧લી, ૬ઠ્ઠી અને ૧૦મી એપ્રિલે સત્તાવાર પરિપત્રો દ્વારા કામગીરી ફરીથી શરૂ કરવા અંગે સૂચિત કરવામાં આવ્યા હતા. ફેક્ટરી ટીમે તમામ મજૂરોને કામ શરૂ કરવા વ્હૉટ્સઅપ મેસેજ મોકલ્યા હતા.
મેનેજમેન્ટ ટીમે ગામના સરપંચો સાથે વ્યક્તિગત રૂપે મીટિંગ્સ કરી હતી કે જેથી તેઓ સાથે વાતચીત કરે કે કામગીરીને ફરી શરૂ કરવા માટે તમામ વ્યવસ્થાઓ (જરૂરી સોશ્યલ ડિસ્ટસ્ટિંગ પ્રોટોકોલ સાથે ટ્રાન્સપોર્ટનો પણ સમાવેશ) કરવામાં આવી છે. કાર્યસ્થળે આયોજીત તમામ કડક સલામતી પ્રોટોકોલના માર્ગદર્શિત પ્રવાસ માટે સરપંચોને ફેક્ટરીએ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કારીગરોની અનુકૂળતા પ્રમાણે ગૃહાલય ખાતે રોકાણ વ્યવસ્થાની સાથે સાથે નિઃશુલ્ક કેન્ટીન ફૂડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કંપની મુશ્કેલ સમયમાં હંમેશા સમુદાયન સાથે ઉભી રહી છે. ૨૫-૩૧ માર્ચ દરમ્યાન લોકડાઉન હોવા છતા પણ તમામ કાગીરગોને સંપૂર્ણ પગાર મળ્યો છે. એપ્રિલમાં ફરીથી કામગીરી શરૂ કરવાની ફેક્ટરીની તૈયારી સાથે, કંપનીએ તમામ કારીગરોને વધારાના નાણાંકીય પ્રોત્સાહનો સાથે એક સંપૂર્ણ મહિનાનો પગાર ઘરે લઇ જવાની ખૂબ જ જરૂરી તક પૂરી પાડી હતી.
કારીગરો જેમણે એપ્રિલમાં કામ કરવાની જાણ કરી હતી, તેમના પરિવારો માટે આર્થિક સુરક્ષાની ખાતરી આપવામાં આવી. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ આકર્ષિત પ્રોત્સાહનોને કારણે તેઓ સતત વધુ ઘરે લઇ જવા માટે સક્ષમ હતા. આ સૌને કંપની કદર કરે છે અને રાષ્ટ્રને સતત ફૂડ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે કંપની પ્રતિબદ્ધ છે.
એપ્રિલમાં, કંપનીએ વધારાની ખાતરી પણ આપી હતી કે ફેક્ટરીની આસપાસના સમુદાયને ખાદ્ય સુરક્ષાના પ્રશ્નોનો સામનો કરવો ન પડે. ફેક્ટરીએ આસપાસના ગામોના પરિવારોને ૨૫૦૦થી વધુ રેશન કીટ પહોંચાડવા સહિતની એક માનવતાવાદી પહેલ પણ કરી હતી. રેશન કીટમાં દૈનિક જરૂરિયાતો જેમ કે ચોખા, દાળ, તેલ અને શાકભાજી સામેલ હતા.
કંપની તમામ ગેરહાજર કારીગરોને અપીલ કરે છે કે બાહ્ય પરિબળો દ્વારા ગેરમાર્ગે ન દોરાય અને આગળના દિવસોમાં કામ કરવા માટે જાણ કરે કારણકે તેમાં તેમનું પોતાનું હિત છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્થાનિક સમુદાયમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે અને કામગીરી ફરીથી શરૂ કરવાનું સુનિશ્ચિત કરવા બદલ સ્થાનિક સરકારી અધિકારીઓનો આભાર માને છે. ફેક્ટરીના સંચાલનમાં મદદરૂપ થવા, કંપની સમુદાયના સભ્યોનો સહકાર માંગે છે જે કંપની અને સમુદાય બંને માટે ફાયદારૂપ છે.