કન્ટેન્ટમેંટ ઝોનમાં ૨૭૦૦ ઉપરાંત પરિવારોને આર્યુવેદ ઉકાળાનું વિતરણ કરાશે
વડોદરા, કોરોના સંક્રમણને અટકાવવા વડોદરા ગ્રામ્યના કન્ટેન્ટ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે કન્ટેન્ટમેંટ ઝોનમાં આવેલા ૨૭૫૫ પરિવારોની ૧૦,૦૧૮ જેટલી વસ્તીને આર્યુવેદિક ઉકાળાના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા આર્યુવેદ અધિકારીશ્રી સુધીર જોષી એ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ગ્રામ્યના ડભોઇ,વાઘોડિયા,સાવલી,કાયાવરોહણ, મેથી,પાદરા અને ભાયલી વિસ્તારને કન્ટેન્ટ મેંત ઝોન જાહેર કરવામાં આવ્યા છે.આ વિસ્તારના લોકો માં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આર્યુવેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
શ્રી સુધીર જોષી એ જણાવ્યું કે જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧.૨૦ લાખ પરિવારોને આર્યુવેદિક અને હોમીયોપેથી દવા ના દસ લાખ પેકેટ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેર લાખ પેકેટ નું વિતરણ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.