Western Times News

Gujarati News

આણંદ જિલ્લામાં એપ્રિલમાં રૂા. ૩૬.૫૯ કરોડના અનાજનું વિના મૂલ્યે કરાયુ વિતરણ

આણંદ- રાજય સરકાર દ્વારા રેશનીંગની દુકાનેથી કાર્ડ ઘારકોને જે વિનામૂલ્યે અનાજ આપાઇ રહયુ છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની ૬૭૪ વાજબી ભાવની દુકાનો પરથી એપ્રિલ માસમાં NFSA તથા Non NFSA APL-1 પરિવારોને રૂા. ૩૬.૫૭ કરોડની બજાર કિંમતનું ૧,૫૬,૦૯૫.૪ કિવન્ટલ અનાજ વિનામૂલ્યે વિતરણ કરાયું છે.

નોન એફ.એસ.એ મ(NFSA) ૨,૬૫,૬૩૪ પરિવારો તથા કુલ ૧૩,૪૫,૧૧૭ જનસંખ્યાને તબકકાવાર બે વખત તેમજ APL-1 મઘ્યમવર્ગીય ૧,૭૦,૨૧૨ પરિવારો તથા કુલ૭,૬૦,૩૯૮ જનસંખ્યાને એક વખત આવુ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ છે.
જેમાં કુલ ઘઉં ૧,૦૪,૫૩૬.૮ કિવન્ટલ રૂા. ૨૧.૯૫ કરોડના બજાર મૂલ્યના, ચોખા ૪૨,૯૦૦ કિવન્ટલ રૂા. ૧૧.૧૫ કરોડના બજાર મૂલ્યના, ચણાદાળ ૩,૬૫૭.૫ કિવન્ટલ રૂા. ૧.૪૬ કરોડના બજાર મૂલ્યના, ખાંડ ૫,૦૦૧ કિવન્ટલ રૂા. ૨.૦૦ કરોડના બજાર મૂલ્યના સમાવેશ થાય છે.

અન્ન બ્રહમ યોજના અંતર્ગત પરપ્રાંતિય મજુરો, કામદારો, કારીગરો તથા સ્થાનિક લોકો કે જેઓ પાસે હાલ રેશનકાર્ડ નથી તેવા કુલ ૬૫૨ પરિવારો તથા ૧૮૫૨ જનસંખ્યાને રૂા. ૨.૦૫ લાખ ની બજાર કિંમતનું ૭૮.૬૫ કિવન્ટલ અનાજ વિનામૂલ્યે વિતરણ કરાયુ છે.  જેમાં ઘઉં ૪૪.૦૦ કિવન્ટલ રૂા. ૯૨.૪૦હજારના બજાર મૂલ્યના, ચોખા ૧૮.૦૦ કિવન્ટલ રૂા. ૪૬.૮૦હજારના બજાર મૂલ્યના, ચણાદાળ ૬.૬૨ કિવન્ટલરૂા. ૨૬.૪૮ હજારના બજાર મૂલ્યના, ખાંડ ૧૦.૦૩ કિવન્ટલ રૂા. ૪૦.૧૨હજારના બજાર મૂલ્યના સમાવેશ થાય છે

સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૧૨ મી મે સુઘીમાં કુલ Non- NFSA APl-1 ૧,૭૧,૨૬૨ પરિવારો તથા કુલ ૭,૬૩,૬૨૪ જનસંખ્યાને રૂા. ૪.૩૩કરોડનું ૧૭,૬૭૮.૫ કિવન્ટલ અનાજ વિનામૂલ્યે અપાઇ ચૂકયુ છે.  ૧૨મી મે સુઘીમાં ઘઉં ૧૧,૭૭૩ કિવન્ટલ રૂા. ૨.૪૭ કરોડના બજાર મૂલ્યના, ચોખા ૩,૫૫૯.૨ કિવન્ટલ રૂા. ૯૨.૫૪લાખના બજાર મૂલ્યના, ચણાદાળ ૧,૧૬૮.૨ કિવન્ટલ રૂા. ૪૬.૭૨લાખના બજાર મૂલ્યના, ખાંડ ૧,૧૭૮.૧ કિવન્ટલ રૂા. ૪૭.૧૨લાખના બજાર મૂલ્યનું વિતરણ થયુ છે

આ સમગ્ર કામગીરી જિલ્લા પુરવઠા અઘિકારીશ્રી તેમજ તેમની કચેરીનો સ્ટાફ, મામલતદાર, નાયબ મામલતદાર (પુરવઠા), કચેરીઓના ડેટા એન્ટ્રી ઓપરેટરો, દુકાનદારો, તોલાટ, દુકાનો પરના ડેટા એન્ટ્રી ઓપરેટરો વિગેરે ઘ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.