ત્રણ વર્ષ સાત માસના પરમ સોલંકીએ કોરોના ને હરાવી ઘરે જવાની રજા મળતા ખુશખુશાલ
નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી ચાર દર્દીઓને રજા આપવામાં આવી
ખેડા જિ ૯ લાના નડિયાદ મુકામે કોવીડ -૧૯ ની હોસિપટલ એન.ડી.દેસાઇ માંથી આજે ચાર દર્દીઓને રજા આપવામાં આવી છે . આમ , આ હોસ્પિટલમાંથી સારવાર લઇને સાજા થતા દર્દીઓએ હોસિપટલના ડોકટર તથા સટાફની સરાહના કરી છે . ત્રણ વર્ષ સાત માસના પરમ સોલંકી તેના પિતા સાથે હોસ્પિટલથી ઘરે જવા રવાના થયો હતો ત્યારે ખુબ જ ખુશ ખુશાલ હતો . તેના પિતાએ જણાવ્યું હતું કે , અમારા દીકરાનો ફરીથી જનમ થયો હોય તેવું લાગે છે .
અમો તેને સહિ – સલામત ઘરે લઇ જઇ રહ્યા છીએ ત્યારે અમારા આનંદને વર્ણવવા શ દો નથી . આવા નાના બાળકને આ રોગમાં સાચવવો , દવાઓ આપવી તેમજ રોગમાંથી વસ થ કરવા કેટલી મહેનત અને ધીરજ જોઇએ તે અમો જાણીએ છીએ . આ હોસિપટલના ડોકટર સહિત તમામ સ્ટાફનો અમારા દિકરા પ્રત્યેનો નેહાળ વર્તાવ અમે જીંદગી ભર યાદ રાખીશુ . નડિયાદની એન.ડિ.દેસાઇ હોસિપટલને ખેડા જિ ૯ લા કોવીડ -૧૯ માટેની હોસ્પિટલ રાજય સરકારે જાહેર કરેલ છે . આ હોસ્પિટલમાં ખેડા જિ ૯ લાના દર્દીઓને દાખલ કરવામાં આવે છે . આ હોસ્પિટલમાંથી આજે નડિયાદના ચાર દર્દીઓને રજા આપવામાં આવી હતી .
જેમાં ( ૧ ) ૩ વર્ષ અને સાત માસના પરમ એમ . સોલંકી , દેથલી ( ૨ ) ૪૦ વર્ષીય બુધાભાઇ પી . ડાભી સૂંઠા વણસોલ ( 3 ) ૨૮ વર્ષીય સાકરબેન જી.ડાભી સુંડા વણસોલ અને ( ૪ ) ૨૮ વર્ષીય સંદિપકુમાર ચૌહાણ , નડિયાદને આજે બપોરે ૧૨/૦૦ કલાકે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી . ચારેય દર્દીઓએ જણાવ્યું હતું કે , કોરોનાથી ગભરાવવાની જરૂર નથી . આ દર્દીઓ પૈકીના સંદિપકુમાર ચૌહાણ આરોગ્ય શાખામાં જ કામ કરે છે
તેઓએ જણાવ્યું હતું કે , આ રોગમાં તથા રોગ થતો અટકાવવા સરકારની સૂચનાઓનું યુત પણે પાલન કરવામાં આવે , માસક અને લોઝ અવશ ય પહેરવા તથા સો યલ ડિટસ રાખવામાં આવે તો આ રોગ થશે નહિં . આ રોગથી બચવા માટે આ રામબાણ ઇલાજ છે . ઉપસ્થિત ડોકટરો અને હોસ્પિટલના સ્ટાફ મિત્રોએ ચારેયને સારા વાચ્યની શુભેચ્છા પાઠવી હતી . (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)