દેવગઢ બારિયામાં અનાજ કરિયાણાની કીટ, માસ્ક અને અન્ય આર્થિક સહાય આપવાનું અભિયાન

સમગ્ર દેશમાં વ્યાપેલી વૈશ્વિક મહામારીને કારણે આપણા દેશમાં સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનના આ કઠીન સમયમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આવેલ જય માતાજી ગરબા મંડળ સર્કલબજાર દ્વારા છેલ્લા 50 કરતા પણ વધારે દિવસથી નગરમાં તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વસતા ગરીબ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારોને અનાજ કરિયાણાની કીટ, માસ્ક અને અન્ય આર્થિક સહાય આપવાનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
જેની જાણ દેવગઢબારીઆના મહારાજ શ્રીમંત તુષારસિંહજી (બાબા સાહેબ) ને થતા આજરોજ તેઓશ્રીએ જયમાતાજી ગરબા મંડળ સર્કલબજારના આયોજકોની મુલાકાત લીધી હતી અને તેમના આ કાર્યની પ્રશંસા કરી આગળ પણ આ કાર્ય ચાલુ રાખવાનું આહવાન કર્યું હતું. તેઓશ્રી તરફથી જયમાતાજી ગરબા મંડળને પ્રોત્સાહનરૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી. બાબા સાહેબના વરદ હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયમાતાજી ગરબા મંડળના તમામ આયોજક મિત્રો બાબા સાહેબનો ખુબ ખુબ આભાર માન્યો હતો…!