શહેરના ૧૯ વોર્ડમાં ૧૦૦ કરતા વધુ કેસ નોંધાયા
જમાલપુર વોર્ડમાં સૌથી વધારે ૮૭પ ઃ સ.પ. સ્ટેડીયમ વોર્ડમાં સૌથી ઓછા ૩૩ કેસ
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ચાલુ માસના પ્રથમ ૧૪ દિવસમાં દૈનિક રપ૦ કરતા વધારે પોઝિટિવ કેસ બાર આવ્યા છે. કોરોનાના જુના હોટ સ્પોલટ કે હાઈરીસ્ક ગણાતા જમાલપુર વોર્ડમાં કંસની સંખ્યા ઘટી રહી છે જેના સ્થાને ઉત્તર અને દક્ષિણ ઝોનમાં નવા હોટસ્પોટ ખુલી રહ્યાં છે. નાગરીકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે મ્યુનિે. તંત્ર દ્વારા સાત દિવસ માટે ચુસ્ત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમ્યાન સુપર સ્પ્રેડરના સ્ક્રીનીંગ કરવામાં આવ્યા છે. તેમજ શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૭૦૦ સુપર સ્પ્રેડર પોઝિટિવ હોવાની વિગતો બહાર આવી છે. મનપા દ્વારા અમલી ચુસ્ત લોકડાઉન બાદ પણ કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. તેમજ ૧પમીથી શાકભાજી, કરિયાણા અને ડેરી પાર્લર શરૂ કરવામાં આવ્યા છે જેના સારા કે માઠા પરિણામની સાચી અસર ૧૦ દિવસ બાદ જ જાવા મળશે.
પરંતુ શહેરમાં લગભગ પ૦ દિવસના લોકડાઉન બાદ પણ કોરોના દર્દીઓની સંખ્યા સસાત હજાર નજીક પહોંચી ગઈ છે. મ્યુનિ. કોર્પોરેશનના ૪૮ વોર્ડ પૈકી ૧૯ વોર્ડમાં ૧૦ૅ૦ કરતા વધારે કેસ નોંધાયા છે જે પૈકી ૬ વોર્ડમાં ર૦૦ અને ત્રણ વોર્ડમાં ૩૦૦ કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે. જ્યારે જમાલપુર વોર્ડમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૯૦૦ નજીક પહાંચી છે. તેવી જ રીતે શહેરના ૧૯ વોર્ડમાં પ૦ કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે, જ્યારે ત્રણ વોર્ડમાં કોરોનાથી કોઈ જ મૃત્યુ થયા નથી.
શહેરના કોટ વિસ્તારને કોરોના માટે “હાઈ રિસ્ક ઝોન” માનવામાં આવી રહ્યો છે. ૧પમીએ સવારે ૧૧ વાગ્યા સુધી જાહેર થયેલા આંકડા મુજબ માત્ર મધ્યઝોનના ૬ વોર્ડમાં જ કોરોનાના કુલ ર૩પ૮ કેસ અને રરર મરણ નોંધાયા છે. મધ્ય ઝોનના તમામ ૬ વોર્ડમા ૧૦૦ કરતાં વધારે કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૮૭પ કેસ અને ૧૧પ મૃત્યુ જમાલપુરમાં કન્ફર્મ થયા છે. અસારવારમાં ૩ર૬, શાહપુરમાં ર૭૬, શાહીબાગમાં ૧૦૬, તથા ખાડીયામાં પ૬૧ કોરોનાના કેસ નોંધાયા છે. મ્યુનિ. કોર્પોરેશનના ૧૯ વોર્ડમાં ૧૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. જેમાં ૬ વોર્ડ માત્ર મધ્યઝોનના છે. બીજા નંંબરે દક્ષિણ ઝોન આવે છે.
દક્ષિણ ઝોનના પાંચ વોર્ડમાં ૧૦૦ કરતા વધુ કેસ કન્ફર્મ થયા છે. જેમાં બહેરામપુરા વોર્ડમાં સૌથી વધુ પ૦૧ કેસ નોંધાયા છે. દાણીલીમડામાં ૩૮૮, મણીનગરમાં ૩૦૬, ઈસનપુરમાં ૧૮પ તથા વટવા વોર્ડમાંં ૧રર કેસ કોરોનાના જાહેર થયા છે. ઝોનમાં કોરોનાના કુલ ૧૬૬૭ કેસ અને ૯૬ મૃત્યુ નોંધાયા છે.
શહેરનો ઉત્તર ઝોન પણ કોરોના માટે હોટ સ્પોટ બની રહ્યો છે. ઉત્તર ઝોનના ચાર વોર્ડમા ૧૦૦ કરતાં વધારે કેસ નોંધાયા છે. સરસપુર વોર્ડમાં ર૬૮, નરોડામાં ૧૦૭, કુબેરનગરમાં ૧પ૧ અને બાપુનગર વોર્ડમાં ર૦૩ કેસ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં કોરોનાના કુલ ૯૩૩ કેસ અને ૪ર મૃત્યુ થયા છે. પૂર્વ ઝોનના અમરાઈવાડી અને ગોમતીપુર વોર્ડમા ૧૦૦ કરતા વધુ કેસ નોંધાયા છે. ગોમતીપુર વોર્ડમાં ર૧૪ અને અમરાઈવાડીમાં ૧ર૮ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. પશ્ચિમ ઝોનના એક માત્ર નવરંગપુરા વોર્ડમાંં ૧૩૯ વોર્ડ જાહેર થયા છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં ૧૧૦ કેસ નોંધાયા છે. નોંધનીય બાબત એ છે કે કુબેરનગર અને વેજલપુર વોર્ડમાં ૧૦૦ કરતા વધારે કેસ નોંધાયા હોવા છતાં એક પણ દર્દીનું મૃત્યું થયું નથી.
મ્યુનિ. કોર્પોરેશનના ૪૮ વોર્ડ પૈકી ૧૮ વોર્ડમાં ૧૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. તેવી જ રીતે બીજા ૧૯ વોર્ડમાં પ૦ કરતા વધુ કેસ નાંધાયા છે.
જ્યારે દસ વોર્ડમાં પ૦ કરતા ઓછા કેસ નોંધાયા છે. મનપાના જે ૧૮ વોર્ડમાં પ૦ કરતા વધારે કેસ નોંધાયા છે તેમાં પશ્ચિમ ઝોનના ૭ વોર્ડ, ઉત્તર-પશ્ચિમ ઝોનના ર, દક્ષિણ-પશ્ચિમ ઝોનના ૧, ઉત્તર ઝોનના ર, પૂર્વ ઝોનના ૪, તથા દક્ષિણ ઝોનના ર વોર્ડનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઝોનના નવા વાડજમાં ૮૪ અને નારણપુરામં ૭૯ કેસ નોંધાયા છે.