મોડાસામાં એસ.પી.મયુર પાટીલનું ફૂટ પેટ્રોલિંગ : દુકાનદારોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં નિષ્ફળ રહ્યા તો ગુન્હો નોંધાશે
કોરોનનો અજગરી ભરડો દેશના નાગરિકોને ધીરે ધીરે લપેટ માં લઇ રહ્યો છે ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવનાં કેસો વધી રહ્યા છે. અને હવે સ્થાનિક સ્તરે પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. મોડાસા શહેરમાં કોરોનાના ૨૫ કેસ બહાર આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અરવલ્લી જિલ્લો રેડ ઝોનમાં હોવા છતાં લોકોમાં હજુ પણ ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડી રહ્યા છે હજુ પણ વહીવટી તંત્ર, નગરપાલિકા તંત્રમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.
અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે મોડાસા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરી દુકાનદારોને દુકાન આગળ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે સર્કલ દોરવા અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં નિષ્ફળ રહ્યા તો દુકાનદાર સામે ગુન્હો નોંધવામાં આવશેની તાકીદ કરી હતી
મોડાસા શહેરમાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થતા ૨૫ લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે જેમાં એક યુવકનું કોરોનાથી મોત થતા મોડાસામાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં ૧૧ મે થી ૧૭ મે દરમિયાન મોડાસા શહેરમાં દૂધ, મેડિકલ, એલપીજી ગેસ, વ્યાજબી ભાવની દુકાન, હોસ્પિટલ સિવાય ની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી આ જાહેરનામું વધુ એક દિવસ લંબાવવામાં આવ્યું હતું એક દિવસ વધારાયેલ જાહેરનામાંથી અજાણ વેપારીઓએ ધંધા-રોજગાર ખુલ્લા રાખતા ગ્રાહકોની ભીડ દુકાનોમાં ઉમટી હતી પોલીસે વેપારીઓને દુકાનો બંધ કરાવી લોકોને અટકાવવા ચાર રસ્તા બેરિકેડ મૂકી દીધા હતા