દિકરાને ટ્રેનમાં બેસેલો જોઇ માતા ભાવવિભોર બન્યા
માદરે વતન જઇ રહેલા શેખરસિંગે ટ્રેનમાં બેસી વીડિયો કોલ કરી માતાના આશિર્વાદ મેળવ્યા
અસામાન્ય સંજોગો વચ્ચે સામાન્ય મુસાફરી કરતા શેખરસિંગટ્રેનમાં સરળતાથી સીટ મળી ગયા બાદ માદરે વતન રાહ જોઇ રહેલા પોતાના પરિવારને વીડિયો કોલ કર્યો ત્યારે શેખરસિંગના માતાશ્રી વીડિયો કોલ પર પોતાના પુત્રને પાછા આવતા જોઇએ ભાવવિભોર બન્યા હતા.
લોકડાઉન વચ્ચે ઘણા સમયથી માદરે વતન વાપસીની આતુરતાથી રાહ જોઇ રહેલા શેખરસિંગે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ ત્યારે તેમને આજે ટ્રેનમાં વતન પરત ફરવાની મંજૂરી મળી જતા ખૂબ જ ખૂશ હતા.
આ ખૂશી જ્યારે માતાને વીડિયો કોલ કરીને વાતચીત કરી રહ્યા હતા ત્યારે બંનેના ચહેરા પર છલકાઇ રહી હતી તેમજ માતા અને પુત્ર બંને ભાવવિભોર બની રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
શેખરસિંગે માતાને વિડીયો કોલમાં કહ્યુ કે મેં ટ્રેનમેં બેઠ ગયા હું ઔર કોઇ ભી તકલીફ નહીં પડી હૈં સરકારને ટ્રેનમેં બીઠાને કીં બહોત અચ્છી વ્યવસ્થા કરી હેં ઇસલીએ આપ કોઇ ભી પ્રકારકી ચિંતા મત કરના મેં જલ્દ હીં આપ કે પાસ સહી સલામત પહોંચ જાઉંગા.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયોને રેલ્વે મારફતે સ્વગૃહે વતન વાપસીની કરવામાં આવેલી કામગીરીનો જિલ્લાના ઘણાંય પરપ્રાંતિયો લાભ મેળવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ઘણાય મુસાફરો જ્યારે ટ્રેનમાં બેસી જાય છે ત્યારે ભાવવિભોર બને છે અને તેમની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે. અગણ્ય પરપ્રાંતિયોએ સરકાર દ્વારા માદરે વતન મોકલવાની કરેલી વ્યવ્સથાની પ્રશંસા કરીને તેને બિરદાવી રહ્યા છે તેમજ સહ્યદયપૂર્વક આભાર માની રહ્યા છે.