Western Times News

Gujarati News

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ ધોરણ 10 અને 12 માટે બાકી રહેલી પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી

File Photo

 

PIB Ahmedabad
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ આજે નવી દિલ્હીમાં ધોરણ 10 અને 12ની CBSEની બાકીની પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી છે. મંત્રીએ જણાવ્યું હતું કે ધોરણ 10ની આ પરીક્ષાઓ માત્ર ઉત્તર પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે જ આયોજિત કરવામાં આવશે

જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ ઉત્તર પૂર્વ દિલ્હી સહીત સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવશે. તમામ પરીક્ષાઓ સવારે 10:૩૦થી લઈને બપોરના 1:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યોજવામાં આવશે.

અગાઉ મે 5ના રોજ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલ વેબિનાર સંવાદ દરમિયાન શ્રી પોખરીયાલે જણાવ્યું હતું કે CBSEની ધોરણ 10 અને 12ની બાકીની પરીક્ષાઓ જુલાઈ 1થી 15ની વચ્ચે યોજવામાં આવશે.

આ પ્રસંગે શ્રી પોખરીયાલે જણાવ્યું હતું કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય એ બાબત પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ હતું કે પરીક્ષાની તારીખોની જ્યારે જાહેરાત કરવામાં આવે તો વિશેષ કાળજી લેવામાં આવે કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પુરતો સમય આપવામાં આવે અને હવે વિદ્યાર્થીઓ તેમની તૈયારી ઉપર બરાબર ધ્યાન આપી શકશે.

મંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે આ ઉપરાંત અમે CBSEને પણ એ બાબતનું ધ્યાન રાખવાની સુચના આપી છે કે પરીક્ષાઓનું આયોજન કરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્યની ખાતરી કરી શકાય. મંત્રીએ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.