અમદાવાદમાં લોકડાઉન બાદ 58 દિવસો બાદ દુકાનો ખુલી
(તસવીરો – જયેશ મોદી) અમદાવાદ, 23 માર્ચ, 2020ના રોજ લોકડાઉન બાદ આજે 19-05-2020ના રોજ સવારથી જ દુકાનો ખુલી ગઈ છે. લગભગ 58 દિવસ બાદ દુકાનો ખુલતાં દુકાન માલિકોએ પણ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદના પાલડી, એલિસબ્રીજ, નારણપુરા, નવરંગપુરા તેમજ અન્ય વિસ્તારો કે જે કન્ટેન્મેન્ટ ઝોનની બહાર છે ત્યાં દુકાનો ખુલી છે.
ખાસ કરીને ચશ્માની દુકાનો, સાયકલ રીપેરીંગ, જનરલ સ્ટોર્સ, હાર્ડવેર, ઈલેક્ટ્રીક તેમજ અન્ય દુકાનો ખુલી જતાં લોકો ખરીદી કરવા દોડ્યા હતા. જો કે દુકાનોમાં કામ કરતાં માણસો શહેરના કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં રહેતા હોવાથી હજુ દુકાન માલિકો પોતે જ દુકાનમાં બેસીને ધંધો કરી રહયા છે. આ ઉપરાંત દુકાનોમાંથી સામાન ડિલીવરી કરતાં માણસો રીક્ષા ચાલકો અને પેડલ રીક્ષા ચાલકો નહિં મળતાં દુકાન માલિકો મુંઝવણ અનુભવી રહ્યા છે.