અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ૬૪૪૨ થી વધુ શ્રમિકોને વતન મોકલાયા
શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે..શ્રમિકોની વિગતો એક્ઠી કરી યાદી બનાવવી અને કયા રાજ્યના કેટલા શ્રમિકો છે તેના આધારે રેલ્વે તંત્ર સાથે સંકલન કરીને શ્રમિકોને વતન મોકલવાની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એ શ્રુંખલામાં આજે ૬૪૪૨ શ્રમિકો પોતાના વતન ભણી રવાના થયા છે. ગઈકાલ સુધી ૧,૫૯,૪૧૮ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. એમ કુલ મળીને ૧,૬૫,૮૬૦ શ્રમિકો સુખ-સુવિધા અને સંતોષ સાથે સુરક્ષિત રીતે પોતાના પહોંચી ચુક્યા છે અથવા તો વતન તરફ છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી કે.કે.નિરાલાએ જણાવ્યું છે કે, લોકડાઉનના પગલે અમદાવાદ જિલ્લામાં અટવાયેલા શ્રમિકોને સત્વરે પોતાના વતન મોકલાવાની જરૂરિયાતના પગલે જિલ્લા વહીવટી તંત્રએ સમગ્રતયા આયોજન કરીને આ વ્યવસ્થાને પરિણામલક્ષી બનાવી છે. શ્રી નિરાલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં ઠેક ઠેકાણે રહેતા શ્રમિકોની યાદી એકત્ર કરીને પોતાના ઘરેથી અમદાવાદ લાવવાપ્રાંત અધિકારીશ્રીઓની આખી ટીમ કામ લગાડીને અમદાવાદ ખાતે નિયત કરયેલ જગાએ લાવવામાં આવે છે, અહીં તેમના ભોજન-પાણી-નાસ્તો અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ કરી ત્યાંથી જ એક સાથે બધાને રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવે છે.
આજે કુલ ૪ ટ્રેન દ્વારા ૬૪૪૨ શ્રમિકો વતન રવાના થયા છે. અમદાવાદથી ફતેપુરમાં ૧,૬૬૬ શ્રમિકો. અમદાવાદથી ફૈઝાબાદ ટ્રેનમાં ૧,૬૦૦, અમદાવાદથી દેઓરીયા ટ્રેનમાં ૧,૫૭૬, અમદાવાદથી સુલતાનપુર (પ્રતાપગઢ) ૧,૬૦૦મળી કુલ ૬૪૪૨ શ્રમિકોએ વતનની વાટ પકડી છે. ગઈકાલ સુધીમાં ૧,૫૯,૪૧૮ શ્રમિકો પોતપોતાના વતનમાં જવા રવાના થઈ ચુક્યા છે અને આજના મળી કુલ ૧,૬૫, ૮૬૦ શ્રમિકો વતન પહોંચ્યા છે.