Western Times News

Gujarati News

અમદાવાદમાં ર૯ રાજ્યો કરતા કોરોના કેસ-મરણની સંખ્યા વધુ

ર૮ રાજ્યોના કુલ કેસ-મરણ કરતા વધારે કેસ-મરણ માત્ર ૧૭ દિવસમાં નોંધાયા
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકડાઉનના ત્રણ તબક્કા પૂર્ણ થયાન બાદ પણ કોરોનાના કેસમાં લેશમાત્ર ઘટાડો થયો નથી. શહેરમાં ૧૭મી મે સુધી કોરોનાના ૮ર૮૮ કેસ અને પ૧૮ મરણ નોંધાયા છે. જે પૈકી ૮૦ ટકા ચાલુ માસમાં નોધાયા છે. દેશના ર૯ રાજ્યોમાં કોરોનાના નોંધાયેલા કુલ કેસ અને મરણની સંખ્યા કરતા વધારે કેસ અને મરણ અમદાવાદમાં નોંધાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે ર૯ પૈકી ર૮ રાજ્યોમાં જેટલા કેસઈ અને મરણ કન્ફર્મ થયા છે તેના કરતાં વધારે કેસ અને મરણ અમદાવાદમા માત્ર ૧૭ દિવસમાં જ નોંધાયા છે. સરકાર માટે આ બાબત િંચંતાનો વિષય બની છે. સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહંયાં હોવા છતાં કોરોનાના કેસમાં ઘટાડો થતો નથી જ્યારે સુપર સ્પ્રેડરના નામે છુપાયેલ કેસ જાહેર ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

રાજ્યમાં કોરોનાના ૧૧૩૮૦ કેસ અને ૬પ૮ મરણ નોધાયા છે. જે પૈકી અમદાવાદ શહેરમાં ૮ર૮૮ કેસ અને પપપ મરણ થયા છે. રાજ્યના કુલ કેસના ૭૩ ટકા કેસ અને ૭૮ ટકા મૃત્યુ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યારે દેશના ર૯ રાજ્યો કરતા વધારે કેસ અને મરણ અમદાવાદમાં કન્ફર્મ થયા છે. દેશના તામિલનાડુ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જ અમદાવાદ કરતા વધારે કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં કોરોના મૃત્યુ આંક માત્ર ૧૬૦ છે.

જેની સામે અમદાવાદમાં પપપ મૃત્યુ થયા છે. દેશના રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તનર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં અમદાવાદ કરતા ઓછા કેસ અને મરણત થયા છે. ચોંકાવનારી બાબત એછે કે આંધ્રપ્રદેશ, પંજાબ, તેલંગાણા, સહિતના રાજ્યોમાં અમદાવાદના કોટ વિસ્તાર કરતાં પણ ઓછા કેસ અને મૃત્યુ થયા છે. રાજસ્થાનમાં ૧૭મી મે સુધી પ૩૭પ કેસ અને ૧૩૩ મૃત્યુ નોંધાયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં ૪૯૭૭ કેસ-ર૪૮ મરણ, ઉત્તર પ્રદેશમાં ૪૪૬૪ કેસ અને ૧૧ર મરણ, પશ્ચિમ બંગાળમાં ર૬૭૭ કેસ અને ર૩૮ મરણ તથા આંધ્ર પ્રદેશમાચં ર૪૩ર કેસ અને પ૦ મરણ થયા છે.

જેની સામે અમદાવાદ શહેર માં ૧૭મી મે સુધીના રીપોર્ટ મુજબ ૮ર૮૮ કેસ અને પ૧૮ મૃત્યુ થયા છે. જે પૈકી પર૯૭ કેસ અને ૩૭૧ મરણ ચાલુ મહિનામાં થયા છે. મતલબ કે મે મહિનાની ૧૭મી તારીખ સુધી શહેરમાં નોંધાયેલ કેસ અને મરણની સંખ્યા દેશના ર૮ રાજ્યોના કુલ કેસ અને મરણાંક કરતા વધારે છે. જ્યારે રાજસ્થાન કરતા માતર ૭૮ કેસ ઓછા છે. પરંતુ ૩૮પ મરણ વધારે છે.

શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયો હતો. માર્ચ મહિનામાં માત્ર ર૮ કેસ અને ૩ મરણ થયા હતા જ્યારે એપ્રિલમાં ર૯૬૩કેસ અને ૧૪૪ મરણ નાંધાયા હતા. જેના કરતા લગભગ બમણા કેસ અને મરણ મે મહિનામાં ૧૭ તારીખ સુધી કન્ફર્મ થયા છે. દેશના અન્ય શહેરો સાથે સરખામણી કરવામાં આવે તો અમદાવાદ કરતા માત્ર મુંબઈમાં જ કોરોનાના કેસ અને મરણ વધારે છે.

અમદાવાદ શહેરમાં ચાલુ મહિનાના પ્રથમ ૧૭ દિવસ પૈકી ૧૭ દિવસ રપ૦ કરતા વધારે કેસ નોધાયા છે. માત્ર બીજી મે એ ર૪૩ કેસ જાહેર થયા હતા. જ્યારે સુપર સ્પ્રેડરનાચ નામે ૭૦૯ કેસ નોધવામાં આવ્યા છે. આ કેસનો દૈનિક યાદીમાં શા માટે ઉમેરો કરવામાં ન આવ્યો ? તે પણ પ્રશ્ન છે. તેવી વજ રીતે સુપર સ્પ્રેડરના નામે જે યાદી વાયરલ થ્‌ઇ છે તેમાં તમામ લોકો સુપર સ્પ્રેડર નથી. તેથી મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ભુલી ગયેલા કે છુપાવવામા આવેલા ૭૦૯ કેસ એક જ દિવસે જાહેર કરવામા આવ્યા છે. જેની નોંધ કોઈ વોર્ડ, ઝોન કે હોÂસ્પટલમાં કરવામાં આવી નથી. પરંતુ સુપર સ્પ્રેડરના નામથિ અલગ ઉલ્લેખ કરવામાં આવ્યોછે. તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે.

અમદાવાદ શહેરના દસ કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાય બીજા દસ જેટલા કોરોના હોટસ્પોટ છે. જેમાં ઈસનપુર, કુબેરનગર, નરોડા, નવરંગપુરા, વેજલપુર અને વટવા મુખ્ય છે.  શહેરમાં જે રીતે કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે તે બાબત ચિંતાનો વિષય બન્યો છે. મનપા દ્વારા સેમ્પલની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જા આ આક્ષેપ સાચા હોય તો તે ગંભીર બાબત છે. કારણ કે સેમ્પલની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં કેસની સંખ્યામાંં ઘટાડો થયો નથી. તેથી સેમ્પલની સામે કેસની ટકાવારીમાં વધારો થયો હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.