Western Times News

Gujarati News

અમેરિકામાં નોકરીની શોધમાં રહેલા ભારતીયની સંખ્યા ઘટી

બેંગ્લોર : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે અમેરિકામાં કામ કરવા ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. અન્ય પરિબળો પણ આના માટે જવાબદાર રહ્યા છે. યુરોપિયન યુનિયનમાંથી ગયા વર્ષે બ્રિટનની બાદબાકી થયા બાદ અને ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે આ દેશોમાં નોકરી માટે ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ ચુક્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા અને બ્રિટનમાં જવા ઇચ્છુક અને નોકરી કરવા ઇચ્છુક ભારતીયોમાં ક્રમશઃ ૩૮ ટકા અને ૪૨ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

છેલ્લા એક વર્ષમાં એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં આ ઘટાડો નોંધાયો છે. એકંદરે નોકરીની શોધમાં વિદેશ જતાં ભારતીયોની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. વિકસિત દેશોમાં અસ્થિર રાજકીય સ્થિતિમાં પરિણામ સ્વરુપે પણ અંધાધૂંધી ફેલાયેલી છે. ભારતીયો ઘરઆંગણે નોકરીની શોધ કરવામાં હવે વધારે ધ્યાન આપી રહ્યા છે.

ભારતમાં પણ વિદેશથી નોકરી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એશિયા પેસિફિક પ્રદેશમાંથી ભારતમાં હવે નોકરી કરવા માટે લોકો આવી રહ્યા છે. ભારત આવી રહેલા આવા લોકોની સંખ્યામાં ૧૭૦ ટકાનો વધારો થઇ ચુક્યો છે. બ્રિટનમાંથી ભારતમાં નોકરી કરવા આવતા લોકોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, પહેલાની સરખામણીમાં ટ્રેન્ડ બદલાયો છે અને હવે વિદેશમાંથી લોકો ભારતમાં નોકરી કરવા માટે વધુ આવી રહ્યા છે. ભારતીય અર્થતંત્રમાં સ્થિર વધારો થઇ રહ્યો છે. સાથે સાથે રાજકીય અનિશ્ચિતતાનું કોઇ વાતાવરણ નથી.

બીજી બાજુ વિકસિત દેશોમાં રાજકીય સ્થિતિ સારી રહી નથી જેથી વિદેશમાં રહેલા કુશળ ભારતીયો લોકો ફરીથી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આજ કારણસર વિદેશમાંથી ભારતીય લોકો પરત ફરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી બાદબાકીના પરિણામ સ્વરુપે બ્રિટનમાં રહેતા અને કામ કરતા ભારતીયો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આ લોકો સ્વદેશ પરત ફરી રહ્યા છે.

જર્મની અને આયર્લેન્ડ જેવા યુરોપિયન દેશો માટે પણ માટે ભારત આદર્શ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. આ બંને દેશોમાં આ ગાળા દરમિયાન ભારતમાંથી જતાં લોકોની સંખ્યામાં ક્રમશઃ ૧૦ અને ૨૦ ટકાનો વધારો થયો છે. બીજી બાજુ અખાત જતાં ભારતીય લોકોની સંખ્યામાં ૨૧ ટકાનો નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. કારણ કે, તેલની કિંમતો ગગડી રહી છે. સાથે સાથે પશ્ચિમ એશિયામાં હાલમાં આર્થિક મંદીનું મોજુ ફરી વળ્યું છે. જા કે, કેટલાક દેશો વિદેશમાં નોકરી મેળવવા ઇચ્છુક કર્મચારીઓ માટે ટોપ સ્થળ તરીકે છે. અમેરિકા હજુ પણ ભારતીયો માટે ટોપ સ્થળ તરીકે છે. અમેરિકામાં નોકરીની શોધ કરતા લોકોની સંખ્યા ૪૯ ટકા જેટલી છે. જ્યારે ભારતીયો જે અન્ય દેશોમાં નોકરી શોધે છે તે દેશોમાં યુએઈ, કેનેડા પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.