અમદાવાદના કાપડ બજાર ફરી શરૂ થતાં હજુ સપ્તાહ લાગશે
કાપડના વેપારીઓનું મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૧.૦પ કરોડનું અનુદાન
અમદાવાદ, અમદાવાદના કાપડ બજાર શરૂ થાય તો ઉત્પાદકો પાસે તૈયાર પડેલો સમર કલેક્શનનો જથ્થો બહાર નિકાસ કરાય તો વ્યાપારીઓને આર્થિક ફાયદો થઈ શકે. આ બાબતે કાપડ મહાજનના અગ્રણી ગૌરાંગ ભગતે ઉદ્યોગ સચિવ સમક્ષ રજૂઆત કરી હતી. જેના અનુસંધાનમાં જુદા જુદા કાપડ મહાજનના અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી, જેમાં મુખ્યમંત્રીએ હજુ અઠવાડિયા સુધી કાપડ બજાર બંધ રાખવા વેપારીઓને સૂચન કર્યુ હતું. જેનો વેપારીઓએ સ્વીકાર કરતાં અમદાવાદના કાપડ બજારો શરૂ થતા એક સપ્તાહ લાગશે તે નક્કી થઈ ગયું છે.
કાપડ ઉદ્યોગે અમદાવાદની ઓળખ છે. સાથે સાથે કાપડ ઉદ્યોગથી લાખો પરિવારોને રોજગારી મળીસ રહી છે. કોરોનાની મહામારી વચ્ચે દેશમાં ચાલી રહેલા લોકડાઉનને લઈને લગભગ બે મહિનાથી કાપડ ઉદ્યોગ બંધ છે. અમદાવાદનું કોટન દેશ અને દુનિયાભરમાં વખણાતુ હોવાથી તેની ડિમાન્ડ રહેતી હોય છે. જેને કારણે મોટા વેપારીઓ અને ઉત્પ્દકોએ સમર કલેક્શનનતો સ્ટોક ઉનાળા પહેલા જ કરી દીધો હતો.
હવે લોકડાઉનને લઈને સમર કલેક્શન દુકાનોમાં જ પડયો રહ્યો છે માટે જા કોટ વિસ્તાર બહારના માર્કેુટ શરૂ કરાવવામા આવે તો કાપડની નિકાસ થઈ શકે તે મુદ્દે કાપડ બજારના અગ્રણીઓએ સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. કાપડ બજારના અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લેતા રૂપાણીએ હજુ એક અઠવાડિયા સુધી કાપડ બજાર ચાલુ નહીં કરવા માટે વેપારીઓ અને અગ્રણીઓને સૂચન કર્યુ હતું.