રૂપિયા એક લાખની લોન લેવા સહકારી બેંકોની બહાર લાઈનો લાગી
રાજ્ય સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર યોજના અંતર્ગત શ્રમિકો અને નાના ધંધાર્થીઓને રૂ. એક લાખની લોન આપવાનો લાભ દસ લાખ નાગરિકોને મળશે ઃ કેટલાક સ્થળોએ સોશીયલ ડિસ્ટન્સનો અભાવ જાવા મળ્યો
અમદાવાદ, ગુજરાત સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂપિયા ૧ લાખની લોન લેવા માટે આજે સવારથી જ રાજ્યભરમાં બેન્કોની બહાર લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. રાજ્યભરમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન જાહેર કર્યા બાદ અર્થતંત્ર ઉપર તેની ગંભીર અસર પડી છે. આ ઉપરાંત સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોની પરિÂસ્થતિ પણ કફોડી બનવા લાગી છે જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર યોજના જાહેર કરી હતી અને આ માટે આજથી ફોર્મ વિતરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મોટા ભાગની સહકારી બેંકો ઉપર સોશિયલ ડિસ્ટન્સ જાળવી નાગરિકોને બેંકમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ લોકડાઉનના પગલે કેન્દ્ર સરકારે ર૦ લાખ કરોડનુ પેકેજ જાહેર કર્યુ છે. જ્યારે ગુજરાત સરકારે પણ ગુજરાતના નાગરિકો માટે ખાસ યોજનાઓ બનાવી છે. દેશમાં કોરોના વાયરસના સહુથી વધુ કેસ મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં નોંધાયા છે જેના પગલે ગુજરાતમાં વસતા નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયેલો છે.
દેશભરમાં લોકડાઉન જાહેર કર્યા બાદ કેટલીક છુટછાટો આપવામાં આવી રહી છે જા કે દેશભરમાં હજુ રાત્રી કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે મહિનાના કપરા સમયમાં નાગરિકોની આર્થિક Âસ્થતિ કથળવા લાગી છે. આ પરિÂસ્થતિમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની ભયાનક બિમારી અને તેના કારણે સર્જાયેલી લોકડાઉનની Âસ્થતિમાં રાજ્યના નાના વેપારીઓ, શ્રમિકો તથા મધ્યમ વર્ગના લોકોને સહાય થવા માટે ગુજરાત સરકારે ખાસ પેકેજ બનાવ્યું છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી અને આ યોજના અંતર્ગત રૂપિયા એક લાખની લોન આપવામાં આવનાર છે અને તેનો લાભ ૧૦ લાખ નાગરિકોને મળી શકશે.
ગુજરાત સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના સંદર્ભે લોનના સંદર્ભે લોનના ફોર્મના વિતરણની આજે ગુરૂવાર તા. ર૧મીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં નાગરિકો રાહ જાઈને બેઠા હતા. આજે તા. ર૧મીએ ફોર્મ વિતરણની તારીખ હોવાથી પ્રથમ દિવસે જ રાજ્યની સહકારી બેંકોની બહાર લોકોની ભારે ભીડ જાવા મળી હતી. રૂ. એક લાખની લોન લેવા માટે કેટલાક સ્થળો ઉપર ફોર્મ મેળવવા મધરાતથી જ લોકોએ લાઈનો લગાવી દીધી હતી.
રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ તા. ર૧મી એટલે કે આજથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થવાની છે જે તા. ૩૧મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આમ રાજ્યભરમાં સવારથી જ ફોર્મ વિતરણનું કામ શરૂ થઈ ગયું છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી આ યોજનામાં નાના દુકાનદારો, વાળંદ, દરજી, પ્લમ્બર, ઈલેક્ટ્રીશીયન જેવા નાના વેપારીઓને અને શ્રમિકોને લાભ મળશે. આ યોજનામાં રૂ. એક લાખની લોન વાર્ષિક ર ટકા વ્યાજના ધોરણે આપવામાં આવશે આમ લોન મેળવનાર નાગરિકને ર ટકા વ્યાજ ભરવાનું રહેશે જ્યારે ૬ ટકા રાજ્ય સરકાર ભોગવશે.
રાજ્યના ૧૦ લાખ નાગરિકોને ત્રણ વર્ષની મુદત માટે આ લોન મળશે જેમાં પ્રથમ છ મહિના સુધી લોન લેનારે હપ્તો ભરવાનો રહેશે નહી. ૬ ટકા વ્યાજની છુટ સાથે તથા પ્રથમ ૬ મહિના હપ્તો નહીં ભરવાની શરતે આપવામાં આવનાર આ લોન લેવા માટે શ્રમિકોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. રાજ્યની તમામ સહકારી બેંકો ઉપર આજે સવારથી જ અરજદારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી જા કે પ્રાપ્ત માહિતી મુજબ કેટલીક બેંકો ઉપર ફોર્મ નહીં પહોંચ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
જ્યારે કેટલાક સ્થળોએ સોશીયલ ડિસ્ટન્સનો પણ અભાવ જાવા મળ્યો હતો. રાજ્યમાં કુલ ૯૦૦૦ જેટલા સ્થળોએથી ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જા કે આ લોન મેળવવા માટે બેંકો જે કાંઈ પણ પુરાવા માંગે તે પુરાવા અરજદારે રજૂ કરવાના રહેશે. ફોર્મ સંપૂર્ણ રીતે ભરીને જરૂરી પુરાવા સાથે જે-તે બંકોમાં પરત કરવાના રહેશે. અને ત્યારબાદ બેન્ક સત્તાવાળાઓ દ્વારા આ ફોર્મની ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. અંદાજે ર મહિના જેટલો સમય ફોર્મની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.