Western Times News

Gujarati News

લગ્ન થયાં હોય મહેંદી પણ સુકાય ન હતી અને મીંઢોળ પણ છૂટ્યા ન હતો, અને ફરજ પર હાજર થયા પ્રફુલાબા

વાંકાનેર મહિલા પોલીસની ફરજનિષ્ઠા લગ્નના બીજા દિવસે જ ફરજ પર હાજર

મોરબી,  કોઈપણ વ્યક્તિ માટે લગ્ન પ્રસંગથી નવા જીવનની શરૂઆત થતી હોય દામ્પત્યજીવન માટે અનેક અરમાનો અને સપનાઓ હોય છે પણ લગ્ન કરીને તમામ અરમાનો અને સપનાઓનો ત્યાગ કરીનેઆપત્તિ વખતે ફરજનિષ્ઠા જાળવી રાખે તે સાચો ફરજનિષ્ઠ કર્મચારી કહેવાય છે. આવી ફરજનિષ્ઠા વાંકાનેર તાલુકાપોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીએ દર્શાવી છે. જેમાં લગ્ન માટે ફક્ત એક જ દિવસની રજા રાખીને તેઓ બીજા દિવસે ફરજ પર હાજર થયા હતા. મહેંદી ન સુકાઇ અને મિંઢોળ ન છૂટયા ત્યાં લગ્નના બીજા દિવસે લોકડાઉનની ફરજ માટે હાજર થતાં તેમની નિષ્ઠાપૂર્વકની ફરજ જોઈને તમામ સ્ટાફે તેમનું જોરદાર અભિવાદન કર્યુ હતું.

વાંકાનેર તાલુકા પોલીસના એલ.આર.ડી. પ્રફુલાબા(પુજાબા) હસુભા પરમારના લગ્ન ગત તા.૧૭-૦૫-૨૦૨૦ ના રોજ ટંકારા આર્યસમાજ ખાતે ફકત બાર પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. જોકે લગ્ન બાદ સામાજિક રીતરિવાજ અને નવા પરિવારમાં જવાનું હોવાથી આવા મહિલા પોલીસ કર્મચારીઓને સરકાર તરફથી લગ્નની થોડા દિવસોની રજા મળતી હોય છે.

પરંતુ આ મહિલા પોલીસ કર્મચારીએ પુજાબાએ હાલના કોરોના વાઈરસની મહામારીને લઈને લાગુ કરાયેલા લોકડાઉનમાં પોતાની પોલીસ તરીકેની જવાબદારી મહત્વની સમજીને લગ્નની સરકાર તરફથી મળેલી રજા ઉપર સ્વેચ્છાએ કાપ મુકયો હતો. તેઓએ લગ્નની એક જ દિવસની રજા રાખી હતી. લગ્ન થયાં હોય મહેંદી પણ સુકાય નહતી અને મીંઢોળ પકા છૂટ્યો ન હતો.

તેમ છતાં તેઓ લગ્નના બીજા દિવસે સમયસર પોતાની પોલીસ તરીકેની ફરજ બજાવવા વાંકાનેર તાલુકા પોલીસ પર ફરજ પર હાજર થયા હતાં અને પોતાની અંગત જીવન કરતા પોતાની ફરજને પ્રાથમિકતા આપી હતી. જે અંગે વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર. પી. જાડેજા અને સ્ટાફે મળી તેઓનું અભિવાદન કર્યું હતું અને કોરોનાની મહામારી વખતે ખરા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયેલા આ મહિલા પોલીસ કર્મચારીની ફરજનિષ્ઠાને બિરદાવી હતી.   (ઘનશ્યામ પેડવા, સહાયક માહિતી નિયામક, મોરબી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.