Western Times News

Gujarati News

અસહ્ય ગરમી વચ્ચે વતન જતાં પરપ્રાંતીય શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા

રાજ્યભરમાં હીટવેવની આગાહી -ગરીબો, બાળકો તથા વૃધ્ધોની હાલત કફોડી બની – ચાલતા જઈ રહેલા પરપ્રાંતીય શ્રમિકનું મૃત્યુ
અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમીનું મોજું ફરી વળ્યું છે અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના પરિણામે નાગરિકોની હાલત કફોડી બનવા લાગી છે આ પરિÂસ્થતમાં લોકડાઉનમાં અપાયેલી છુટછાટોમાં પોતાના વતન જવા ઈચ્છતા પરપ્રાંતિય શ્રમિકો અસહ્ય ગરમીમાં પણ રસ્તા ઉપર ચાલતા જતા જાવા મળી રહ્યાં છે. આ ઉપરાંત શહેરમાં પણ ઝુંપડામાં રહેતા ગરીબવર્ગના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ગરમી વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ગઈકાલથી જ અસહ્ય ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છેે. કચ્છમાં અસહ્ય ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન સતત ૪ર ડીગ્રીથી વધુ નોંધાયું છે. તાપમાન વધવાના કારણે વૃધ્ધો અને બાળકોની હાલત કફોડી બનવા લાગી છે. રાજ્યભરમાં અસહ્ય ગરમી વચ્ચે પરપ્રાંતીય નાગરિકો પોતાના વતન જઈ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય નાગરિકો રોજીરોટી મેળવે છે પરંતુ કોરોનાની કપરી પરિÂસ્થતિમાં ધંધા ઉદ્યોગો ઠપ્પ થઈ જતાં આ તમામ શ્રમિકો હવે પોતાના વતન જવા રવાના થઈ રહ્યાં છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે. અસહ્ય ગરમીમાં કેટલાક સ્થળો ઉપર પીવાના પાણીની સમસ્યા પણ વકરી રહી છે. ખાસ કરીને કેટલાક શ્રમિકો ચાલતા જતા જાવા મળી રહ્યાં છે જેના પગલે મહિલાઓ અને બાળકોની Âસ્થતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. અમદાવાદ શહેરમાં આજે ગરમીનો પારો ૪૩ ડીગ્રીને વટાવે તેવી દહેશત સેવાઈ રહી છે. ગુજરાતભરમાં હીટવેવની આગાહી વચ્ચે રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કચ્છ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પારો ૪૪ ડીગ્રીને વટાવે તેવી આશંકા સેવાઈ રહી છે.

અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જઈ રહ્યાં છે. કેટલાક શ્રમિકો ચાલતા પણ પસાર થઈ રહ્યાં છે. અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં છોટાલાલની ચાલીમાં રહેતો એક યુવક અસહ્ય ગરમીમાં ચાલતો શાહવાડી નારોલ પહોંચ્યો હતો અને ત્યાં બસની લાંબી લાઈનમાં ઉભો રહ્યો હતો. અસહ્ય ગરમીમાં ચાલતા જવાથી તેને લૂ લાગી હતી અને તેને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.