Western Times News

Gujarati News

શહેરના પૂર્વ પટ્ટામાં કોરોનાના ૮૦ ટકા કેસ નોંધાયા

સુપર સ્પ્રેડરના કારણે કેસમાં વધારો: પૂર્વના ૩૦ વોર્ડમાં ૭૦૦૦થી વધુ કેસ કન્ફર્મ થયા
(દેવેન્દ્ર શાહ)(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ર૦ દિવસથી કોરોનાના કેસમાં રપ૦ કરતા વધારે કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે કોરોના કહેર વચ્ચે જનજીવનને ફરીથજી ધબકતું કરવા માટે નિર્ણય કર્યા છે. કન્ટેઈન્ટમેન્ટ અને નોન-કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારને અલગ અલગ તારવીને છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચણી કરવામાં આવી છે. જેની સામે કેટલાંક લોકોએ નારાજગી વ્યક્ત પણ કરી હતી. પરંતુ રાજ્ય સરકારે જે રીતે શહેરના બે ભાગ કર્યા છે તે અનેક રીતે યોગ્ય છે. જેનું મુખ્ય કારણ પૂર્વ પટ્ટામાં સતત વધી રહેલા કેસના કારણે જ સમગ્ર વિસ્તારમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ૪૮ પૈકી ર૬ વોર્ડ માં ૧૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. જેમાં ર૧ વોર્ડ માત્ર પૂર્વ વિસ્તારના છે. શહેરના ૮૦ ટકા કેસ પૂર્વ પટ્ટામાં નોંધાયા છે.

શહેરમાં કોરોનાના કહેર વચ્ચે જનજીવન શરૂ થાય એ માટે સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને ઈન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનજે ખાડીયા, જમાલપુર, શાહીબાગ, અસારવા, મણીનગર, સરસપુર, ગોમતીપુર દાણીલીમડા, બહેરામપુરા અને દરિયાપુરનો રેડ ઝોનમાં સમાવેશ કરીને કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુલબાઈ ટેકરાનો પણ સમાવવેશ કરવામાં આવ્યો છે. જેની સામે સ્થાનિક રહીશોમાં નારાજગી જાવા મળી હતી. પરંતુ પૂર્વ વિસ્તારમાં જે રીતે કેસ વધી રહ્યા છે તે જાતા સરકારનો નિર્ણય એકદમ યોગ્ય લાગે છે.

શહેરમાં ૧૯મી એ સવારે ૧૧ વાગ્યા સુધીના રીપોર્ટ અનુસાર કુલ ૪૪૦ર કેસ એટલે કે લગભગ પ૧ ટકા કેસ રેડઝોનના દસ વોર્ડમાં નોંધાયા હતા. જેમાં અસારવા વોર્ડમાં ૪ર૪, બહેરામપુરામાં પર૯, દાણીલીમડામાં ૪૮પ, ગોમતીપુર વોર્ડમાં ર૯૪, જમાલપુર વોર્ડમાં ૮૭૦, ખાડીયામાં ૬૯૯, મણીનગરમાં ૩૩૮, સરસપુર વોર્ડમાં ૩૦૧, શહીબાગમાં ૧૭૮ અને શાહપુરમાં ર૮૪ કેસ નોંધાયા હતા. પૂર્વ વિસ્તારના રેડઝોન સિવાયના દસ કરતા વધારે વોર્ડ એવા છે કે જ્યાં રોજ મોટી સંખ્યામાં કોરોના કેસ જાહેર થઈ રહ્યા છે. પૂર્વ વિસ્તારના નરોડા વોર્ડમાં ૧૬૩ કેસ, અમરાઈવાડીમાં ૧૪૯, નિકોલમાં ૧૦૭, ઓઢવમાં ૧ર૩, બાપુનગરમાં ર૬૩, ઈસનપુરમાં ર૮૧ કુબેરનગર વોર્ડમાં ૧૬૯, લાંભામાં ૧૦૯, વટવામાં ૧૪૬, વિરાટનગરમાં ૯૯, ભાઈપુરામાં ૯૦, તથા ઠક્કરનગર વોર્ડમાં ૯૯ કેસ મુખ્ય છે. તદુપરાંત ઈન્ડીયા કોલોની વોર્ડમાં કોરોનાના પ૯, ઈન્દ્રપુરી વોર્ડમાં ૬૮, ખોખરામાં ૭પ, રામોલ-હાથીજણમાં ૬૬, સરદારનગરમાં ૩૯ તથા વ†ાલ વોર્ડમાં ૮૯ કેસ નોંધાયા હતા. આમ, ૧૯મી મે સવારના રીપોર્ટ મુજબ પૂર્વ પટ્ટાના વિસ્તારોના ૩૦ વોર્ડમાં ૬૯૯પ કેસ નોંધાયા હતા. આમ, વોર્ડ દીઠ સરેરાશ કેસની સંખ્યા ર૩૩ થાય છે. પૂર્વની જેમ પશ્ચિમ વિસ્તારના પાંચ જેટલા વોર્ડમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે.

મ્યુનિસિપલ સુત્રોએ જણાવ્યા અનુસાર નારણપુરા વોર્ડમાં ૧૦૪, નવાવાડજમાં ૧૧૬, નવરગપુરામાં ૧૪૬, પાલડીમાં ૧૩૬ તથા વાસણા વોર્ડમાં ૧૪૧ કેસ નોંધાયા હતા. આમ, ૧૯મીએ સવારના રીપોર્ટ અનુસાર શહેરમાં કુલ ૮પ૪૯ કેસ નોંધાયા હતા. જે પૈકી પૂર્વ પટ્ટામાં ૬૯૯પ કેસ કન્ફર્મ થયા હતા. જ્યારે પશ્ચિમ વોર્ડના ૧૮ વોર્ડમાં ૧પપ૪ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ દીઠ સરેરાશ કેસની સંખ્યા ૮૬.૩૩ થાય છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં કોરોનામ કેસમાં અચાનક વધારો થવાનું કારણ સુપર સ્પ્રેડરના ૭૦૯ કેસ પણ માનવામાં આવે છે. પૂર્વ પટ્ટામાંથી સુપર સ્પ્રેડરના કેસ ખુબ જ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જેના કારણે પણ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશને સમગ્ર પૂર્વ વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હોવાનું માનવામાં આવે છે. કેસની સાથે મરણની સંખ્યા પર પણ દ્રષ્ટીપાત કરીએ તો મધ્ય ઝોનમાં રપપ, પૂર્વ ઝોનમાં પ૯, ઉત્તર ઝોનમાં પ૯, તથા દક્ષિણ ઝોનમાં ૧૧૬ મરણ થયા છે.

આમ, પ૪૯ મૃત્યુ પૈકી ૪૮૯ મૃત્યુ પૂર્વ પટ્ટાના ચાર ઝોનના ૩૦ વોર્ડમાં નોંધાયા છે. જ્યારે પશ્ચિમ વિસ્તારના ૧૮ વોર્ડમાં ૬૦ મૃત્યુ નોંધાયા છે. જેના કારણે પણ રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં ઓછી છૂટછાટ આપી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.