Western Times News

Gujarati News

નીલકમલે કોવિડ-19ને નાથવા નવીન પ્રોડક્ટ્સ સોલ્યુશન્સ બજારમાં મુક્યા

પ્રતિકાત્મક

આ બ્રાન્ડે પોતાની પ્રોડક્ટ લાઇનને વધી રહેલી આરોગ્યસંભાળ માળખાની જરૂરિયાતોને ટેકો આપવા માટે વિસ્તારી

ભારતની લોકપ્રિય ફર્નીચર બ્રાન્ડ નીલકમલે એક્સક્લુસિવ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ બહાર પાડી છે જેમાં કોવિડ ક્વોરેન્ટાઇન બેડ, 7 પોઝીશન આઇસોલશન બેડ, વાયરસગાર્ડ પાર્ટીશન, ટ્રાવેલગાર્ડ પાર્ટીશન અને હેન્ડ વોશ સ્ટેશન્સનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડે વધુમાં ક્વિક કોવિડ બેડ લોન્ચ કરી છે જે અત્યંત સસ્તી છે અને તેને એસેમ્બલ કરવામાં અને ઇન્સ્ટોલ કરવામાં 3 મિનીટ કરતા ઓછો સમય લાગે છે.

આ નવીનતા (શોધ) અંગે ટિપ્પણી કરતા નીલકમલ લિમીટેડના વીપી ઓપરેશન્સ શ્રી અજય અગરવાલે જણાવ્યું હતુ કે, “કોરોના વાયરસ મહામારીએ માર્કેટમાં રહેલા શૂન્યાવકાશમાં ઊભી થતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીન અને લાગુ પડતા સોલ્યુશન્સની આવશ્યકતામાં વધારો કર્યો છે. એક સંસ્થા તરીકે નીલકમલે આ જરૂરિયાતોમાં વધારો કરવા અને ધ્યાન આપવા માટે પોતાની જાતને સજ્જ કરી છે. આ નવીન પ્રોડક્ટ્સ એ અમારા સંશોધન અને વિકાસ ટીમનું પરિણામ છે જે વિશિષ્ટ સોલ્યુશન્સની રચના કરવા માટે ચોવીસ કલાક કામ કરે છે. આ સોલ્યુશન્સ આપણી આ મહમારી સામેની લડતમાં દરેક હિસ્સેદારોને ફાયદાકારક નીવડશે તેના માટે અમે આશાવાદી છીએ.”

નીલકમલે ફક્ત 2 સપ્તાહ જેટલા ઓછા સમયમાં સ્થાપવામાં આવેલી મેકશિફ્ટ (તાત્કાલિક બનાવવામાં આવેલ) ઇમર્જન્સી હોસ્પિટલ માટે એમએમઆરડીએને 1000 કોવિડ ક્વોરેન્ટાઇન બેડ્ઝ, મેટ્રેસીસ અને અન્ય ફર્નીચર સફળતાપૂર્વક પૂરું પાડ્યું છે. બેડ્ઝ સહિતના આંતરમાળખાની રચના દર્દીઓના આરામ અને સવલતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

નીલકમલે 3 ઇનોવેટીવ બેડ ડિઝાઇન્સ બજારમાં મુકી છે.

નીલકમલની કોવિડ ક્વોરેન્ટાઇન બેડ એ બ્રાન્ડની સમર્પિત ડિઝાઇન અને વિકાસ ટીમનું પરિણામ છે. ઓછા ખર્ચવાળી હોવા ઉપરાંત આ બેડ્ઝ વપરાશ માટે તૈયાર છે. તે પ્રોડક્ટ એસેમ્બલીને કંટાળાજનક પ્રક્રિયાને દૂર કરે છે. આ બેડ્ઝ વપરાશમાં, સંગ્રહ કરવામાં અને હેરફેર કરવામાં પણ સરળ છે. આ બેડમાં મલ્ટીપર્પઝ કેબિનેટનો સમાવેશ થાય છે, જે સંગ્રહ કરવામાં, જમવા માટે અને વધુમા બાજુમાં રાખવાના ટેબલ તરીકે મુકવામાં સહાય કરે છે. નીલકમલના ક્વોરેન્ટાઇન અને આઇસોલેશન બેડ્ઝ દેશમાં જારખંડ, સોલાપુર, પશ્ચિમ બંગાળ, તામિલ નાડૂ અને થાણેમાં વિવિધ હોસ્પિટલમાં પહેલેથી જ ઉપયોગમાં લેવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.