પાન-મસાલા ખાઈને થુંકતા લોકો કોરોના ફેલાવા માટે મોટો ખતરો
અમદાવાદ હોસ્પીટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસો.ની ચેતવણી
(એજન્સી) અમદાવાદ, હાલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-૪માં વિવિધ ધંધા ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. તેમાં હવે સલુન, બ્યુટી પાર્લર, અને પાનના ગલ્લાઓને પણ છૂટ મળી છે. આ સ્થિતિમાં અમદાવાદ હોસ્પીટલ્સ અને અને ન‹સગ હોમ્સ એેસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને અપીલ કરતો એક પત્ર લખવમાં આવ્યો છે. જેમાં હેર સલુન અને પાન મસલાની દુકાનોના નિયંત્રણ પર ખાસ ભાર મુકવા અનુરોધ કરાયો છે.
મુખ્યમંત્રીને લખેલા આ પત્રમાં જણાવાયુ છે કે હેર સલુનોનો સ્ટાફ તેમના ગ્રાહકોના સંપર્કમાં સૌથી વધુ નજીકથી આવતા હોય છે. તેમના માટે કોરોનાથી બચવા માટેના ખાસ સુચનો છે. હેર સલુન અને બ્યુટી પાર્લરમાં કામ કરતા દરેક કર્મચારીનો આરટીપીસીઆર ટેસ્ટ થવો જાઈએ. જા એ નેગેટીવ આવે તો જ તેમને કામ કરવાની મંજુરી મળવી જાઈએ. ત્યારબાદ પણ તેમને પીપીઈ કીટ અને ફેસ શિલ્ડ તેમજ ૩ પ્લાય માસ્ક પહેરીને જ કામ કરવું જાઈએ. આ સ્ટાફની મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાલીમ આપવી જાઈએ. જેથી તેઓ કોરોનાનું સંક્રમણ વધતું રોકી શકે. ત્યારબાદ સલુન કે પાર્લરને સર્ટીફિકેટ મળવુ જાઈએે. જેથી ગ્રાહક તેમના પર વિશ્વાસ મુકી શકે.
આ જ રીતે એસોસીએશને વધુ એક અપીલ કરી છે કે વિદેશોમાં ફેલાયેલા કોરોનાથી સાબિત થયુ છે કે પગરખામાં રજકણ સાથે કોરોના સૌથી વધુ ફેલાય છે. આ સ્થિતિમાં જા પાનના ગલ્લાને મંજુરી મળે અને લોકો પાનમસાલા ખાઈને જ્યાં ત્યાં થુંકે તો તેનાથી કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ જ વધી જશે. જેને નિયંત્રણમાં લેવી મુશ્કેલ બની જશે.