એરપોર્ટ પર ૩ કલાક પહેલા જવુ પડશેઃ માસ્ક ફરજીયાત
રપમીથી શરૂઆત પૂર્વે એરપોર્ટ પર તૈયારી
(એજન્સી) અમદાવાદ, કેન્દ્રના ઉડ્ડયન મંત્રીએ રપમી મે થી ડોમેસ્ટીક ફલાઈટો શરૂ કરવાની જાહેરાત કરી તેના પગલે અમદાવાદ એરપોર્ટ પર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એરપોર્ટ ઓથોરીટી કામગીરી કરશે. હાલ તુરંત બુકીંગ કરાવનાર પેસેન્જરોએ ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચી જવું પડશે. પેસેન્જરો માટે માસ્ક ફરજીયાત છે અને બેગેજનું ઓનલાઈન ચેકીંગ કરવું પડશે. સોશ્યલ ડીસ્ટન્સ સાથે ફલાઈટો અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેગ્લુરૂ વચ્ચે કે અન્ય એરપોર્ટ પર ફલાઈટ ઓપરેશન શરૂ કરાય તો પ૦ ટકા પેસેન્જરોના બુકીંગ લેવા પડશે. જેના કારણે એરલાઈન્સ કંપનીઓ મનફાવે એવા ભાડા પણ વસુલ કરે એવી શક્યતાઓ છે.
સામાન્ય રીતે અમદાવાદથી દિલ્હીનું ભાડું રૂ.રપ૦ૅ૦થી ૩૦૦૦, અમદાવાદથી મુબઈનું રર૦૦થી ર૭૦૦, અમદાવાદથી બેગ્લુરૂ રૂ.૩પ૦૦ અને અમદાવાદથી ગોવાનું રૂ.૩પ૦૦થી ૪૦૦૦ હતુ. જે ભાડા હવે વધી શકે છે. વેકેશનના સમયમાં એરલાઈન્સ કંપનીઓ તેમના ભાડા મનફાવે એ રીતે વધારી દેતી હોય છે. પણ લોકડાઉનને કારણે વેકેશનની સિઝન પૂર્ણ થવા આવી છે એટલે ભાડા પણ વધી શકે એવી શક્યતાઓ છે.