RBIએ ત્રણ મહિના ઇએમઆઇ ચૂકવવામાં રાહત આપી

નવીદિલ્હી,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોટી જાહેરાત કરી છે. તેઓએ મોટી રાહત આપતાં રેટો રેટમાં ૦.૪૦ ટકાના ઘટાડાની જાહેરત કરી છે. આ નિર્ણયથી સામાન્ય લોકોની ઈસ્ૈં ઓછી થઈ શકે છે. આ પહેલા ઇમ્ૈંએ કોરોના સંકટ અને લાકડાઉનને ધ્યાને લઈ અનેક રાહતની જાહેરાત કરી હતી. રિવર્સ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગવર્નરે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. ઇએમઆઇ મોરેટોરિયમ એટલે કે હવે લોનની ઇએમઆઇ ઓગસ્ટ સુધી નહીં ચૂકવવાની છૂટ આપવામાં આવી છે.
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ ૦.૪૦ ટકા ઘટાડીને ૪ ટકા કરી દીધો છે. ગવર્નરે જણાવ્યું કે એમપીસીની બેઠકમાં ૬-૫ સભ્યોએ વ્યાજ દરોમાં ઘટાડાના પક્ષમાં સહમતિ વ્યક્ત કરી. આ નિર્ણયથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન પર ઇએમઆઇ સસ્તી થશે.
આરબીઆઇ ગવર્નરે કહ્યું કે, લાકડાઉનના કારણે મોંઘવારી વધવાની આશંકા છે. અનાજની આપૂર્તિ એફસીઆઇથી વધારવી જોઈએ. દેશમાં રવી પાક સારો થયો છે. સારું ચોમાસું અને કૃષિથી ઘણી આશા છે. માંગ અને આપૂત્તિમાં અંતર ઊભું થતાં દેશની અર્થવ્યવસ્થા થંભી ગઈ છે. સરકારી પ્રયાસો અને રિઝર્વ બેંક તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંની અસર સપ્ટેમ્બર બાદ જોવા મળશે.શક્તિકાંત દાસે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષની જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ રહી શકે છે. નોંધનીય છે કે દુનિયાની મોટી એજન્સી પણ આ વાતની જાહેરાત કરી ચૂકી છે.