ચીને લદાખ સીમામાં મૂવમેન્ટ વધારતા ભારતે વધુ સૈનિકો તેનાત કર્યા

નવીદિલ્હી, ભારત અને ચીનની વચ્ચે ચિહ્નિત ન કરાયેલી સીમા પર તણાવ વધી રહ્યો છે. ઉત્તરી સિક્કિમ અને લદાખ પર બંને પક્ષોએ વધારાના સૈનિક બળોને તેનાત કર્યા છે. અધિકારિક આંકડાથી ખબર પડી છે કે લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતના ક્ષેત્રમાં ચીની સૈનિકોએ પોતાની મૂવમેન્ટ વધારી છે. ભારતના ડેમચક, દોલત બેગ ઓલ્ડી, ગલવાન નદી અને લડ્ડાખમાં પેંગોંગ સો ઝીલ પાસે સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સૈનિક બળ ઉતારવામાં આવ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષના પહેલા ચાર મહિનામાં અધિકારિક આંકડા મુજબ એલએસીની પાર ૧૭૦ ચીની મૂવમેન્ટ કરતા નજરે પડ્યા હતા. ખાલી લદાખમાં જ ૧૩૦ મૂવમેન્ટ જોવા મળી હતી. ૨૦૧૯માં આ જ સમયે લદાખમાં આવી ૧૧૦ મૂવમેન્ટ જોવા મળી હતી. વર્ષ ૨૦૧૯માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ બિશ્કેક અને મહાબલીપુરમમાં મળ્યા હતા. ત્યારે પણ લદાખમાં ચીની સૈનિકોની મૂવમેન્ટમાં ૭૫ ટકાનો વધરો થયો હતો. અને વર્ષ ૨૦૧૮માં એસએસી પર ૨૮૪ મૂવમેન્ટ જોવા મળી હતી. અધિકારીઓના આંકડા મુજબ ચીને સૌથી વધુ હવાઇ મૂવમેન્ટ ૨૦૧૯માં કરી હતી. આવી ૧૦૮ ઘટનાઓ સામે આવી હતી.
જ્યારે ૨૦૧૮માં ૭૮ વાર અને ૨૦૧૭માં ૪૭ આવી ઘટનાઓ થઇ હતી. બીજી તરફ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તણાવને લઇને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય સૈનિકો ભારતની સીમામાં રહીને ગતિવિધિઓ કરી રહ્યા છે. તે સીમા સુરક્ષા માટે નિર્ધારિત પ્રક્રિયાનું સખત પણે પાલન કરી રહ્યા છે. ભારતની સીમા પર હાલની ઘટનાઓ માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારતીય સૈનિક પોતાના સીમા ક્ષેત્રને સારી રીતે જાણે છે. જો કે ચીની સૈનિકોએ ભારતીય બળોના કામમાં બાધા નાંખી છે જેના કારણે આ સ્થિતિ ઊભી થઇ છે.
ભારત-ચીન બોર્ડર પર ડોકલામ વિસ્તારમાં બંને દેશો વચ્ચે વર્ષ ૨૦૧૭માં ૧૬ જૂનથી ૨૮ ઓગસ્ટ સુધી તણાવ રહ્યો હતો. સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ થઇ હતી. તે પછી ઓગસ્ટમાં તણાવ પૂરો થયો અને બંને દેશોએ પોતાની સેનાને પાછી બોલાવી હતી.