પાણીના નિકાલની લાઈનમાં ગેરકાયદેસર જોડાણો
વહેલી સવારથી મ્યુનિ. કમિશ્નર જાતે જ જમાલપુર, વિરાટનગર સહિતના વિસ્તારોમાં રાઉન્ડમાં નીકળતા મ્યુનિ. અધિકારીઓમાં દોડધામ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન પહેલા પ્રિમોનસુન પ્લાન મ્યુનિ. કોર્પો. દ્વારા તૈયાર કરવામાં આવે છે પરંતુ પ્રથમ વરસાદ બાદ આ પ્લાન ધોવાઈ જતો હોય છે આ વખતે હજુ પણ શહેરમાં સારો વરસાદ પડયો નથી તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેના પરિણામે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરા આજે સવારે અચાનક જ શહેરના કેટલાક વિસ્તારોમાં રાઉન્ડમાં નીકળતા જ મ્યુનિ. અધિકારીઓની કામગીરીમાં ખામી જણાતા આ અંગે ખુલાસો પુછવામાં આવ્યો હતો પાણીની લાઈનમાં કચરો અને ડ્રેનેજનું પાણી જાવા મળ્યું હતું જેના સ્પષ્ટ થતું હતું કે આ લાઈનમાં ગેરકાયદેસર જાડાણો લેવામાં આવ્યા છે.
⇒ વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈનમાં કચરો અને ગટરના પાણી જાવા મળતા અધિકારીઓનો ખુલાસો પુછાયો : ગેરકાયદેસર જાડાણો કાપી નાંખવા આદેશ |
આ તમામ જાડાણો તાત્કાલિક અસરથી કાપી નાંખવા માટે અધિકારીઓને આદેશ આપ્યો છે એટલું જ નહી પરંતુ ઈજનેર વિભાગના કર્મચારીઓ પાસે કામગીરી અંગે સ્પષ્ટતા માંગી છે. આજે સવારે જમાલપુર, વિરાટનગર સહિતના વિસ્તારોમાં મ્યુનિ. કમિશ્નરે લીધેલી ઓચિંતી મુલાકાતથી મ્યુનિ. અધિકારીઓમાં વહેલી સવારથી જ દોડધામ મચી ગઈ હતી અને કમિશ્નર સમક્ષ બચાવ કરવાની મુદ્રામાં આવી ગયા હતાં.
અમદાવાદ શહેરમાં પ્રિમોન્સુન પ્લાનની કામગીરી ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પુરી પડાતી આવશ્યક સેવાઓ અંગે છેલ્લા ઘણા સમયથી નાગરિકો દ્વારા ઉગ્ર આક્ષેપો કરવામાં આવી રહયા છે અમદાવાદ શહેરમાં ખાસ કરીને ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યાઓ વકરી રહી છે સાથે સાથે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા હોવાની ફરિયાદો પણ વધી રહી છે.
કોર્પોરેશનની કામગીરીની ટીકા થતાં અમદાવાદ મ્યુનિ. કમિશ્નર સફાળા જાગ્યા હતા અને નાગરિકોની ફરિયાદો બાદ આજે સવારે તેઓ વહેલા જમાલપુર પહોંચી ગયા હતા જમાલપુર ફુલ બજાર પાસે ચેકિંગ કર્યું હતું બીજીબાજુ વહેલી સવારે કમિશ્નર જાતે જ રાઉન્ડમાં નીકળતા આ અંગેની જાણ મ્યુનિ. અધિકારીઓને થઈ ગઈ હતી જેના પગલે તેઓ પણ દોડતા થઈ ગયા હતાં.
ફુલબજારની આસપાસ શૌચાલય તથા ગટર ઉપરાંત અન્ય વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક નાગરિકોએ મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજુઆતો કરી હોવાનું જાણવા મળી રહયું છે. અંદાજે એક કલાક સુધી જમાલપુર વિસ્તારમાં રાઉન્ડ લીધા બાદ સ્થાનિક અધિકારીઓ પાસે ખુલાસો પુછવામાં આવ્યો છે.
મ્યુનિ. કમિશ્નર જમાલપુરની મુલાકાત લીધા બાદ ત્યાંથી સીધા જ તેઓ વિરાટનગર જવા રવાના થઈ ગયા હતાં. મ્યુનિ. કમિશ્નર સવારથી જ રાઉન્ડમાં નીકળ્યા હોવાની જાણ થતાં જ તમામ વિસ્તારોમાં અધિકારીઅ એલર્ટ થઈ ગયા હતા અને મ્યુનિ. કામગીરી સઘન બનાવી દીધી હતી મ્યુનિ. કમિશ્નર વિરાટનગર પહોંચતાની સાથે જ તેમણે પાણીની લાઈનો તથા અન્ય મ્યુનિ. કોર્પો.ની મિલ્કતોની તપાસ કરી હતી.
વરસાદ પાણીના નિકાલની પાણીની લાઈન તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો જાવા મળ્યા હતાં પાણીની પાઈપલાઈનમાં વ્યાપક પ્રમાણમાં કચરો અને ગટરના પાણી મળી આવતા કમિશ્નર ખૂબ જ નારાજ થઈ ગયા હતા અને તાત્કાલિક અધિકારીઓને બોલાવ્યા હતાં. ગેરકાયદેસર કનેકશનોના કારણે આ Âસ્થતિ સર્જાય તેવુ સ્પષ્ટપણે માનવામાં આવી રહયું છે.
વિરાટનગરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાતા હોવાથી કમિશ્નરે જણાવ્યું હતું કે પાણીની લાઈનમાં આવી રીતે ગેરકાયદેસર જાડાણથી કચરો ભરાતો હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના પરિણામે પાણી ભરાયેલા રહે છે. આ પરિÂસ્થતિમાં તાત્કાલિક નાગરિકોની સમસ્યા હલ કરવા ગેરકાયદેસર જાડાણો કાપી દેવા માટે આદેશ આપ્યો છે.
મ્યુનિ. કમિશ્નર જાતે જ રાઉન્ડમાં નીકળતા જ અને વિરાટનગર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં મ્યુનિ. અધિકારીઓની કામગીરીમાં ક્ષતિઓ જાવા મળતા અધિકારીઓ બચાવ કરવાના મુડમાં જાવા મળતા હતાં. મ્યુનિ. કમિશ્નરે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે જેના પગલે અધિકારીઓએ સવારથી જ પાણીની લાઈનની તપાસ શરૂ કરી દીધી છે.
આ ઉપરાંત મ્યુનિ. તંત્રની અન્ય કામગીરીની પણ કમિશ્નરે સમીક્ષા કરી હતી. જાકે નોંધનીય બાબત એ છે કે મ્યુનિ. કમિશ્નર આજે રાઉન્ડમાં નીકળ્યા હતા તે પહેલા જ અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને છેલ્લા બે દિવસથી શહેરમાં પુરજાશમાં સફાઈ કામગીરી શરૂ કરી દેવાઈ હતી.
વિરાટનગરમાં ઠેરઠેર સફાઈ ઝુંબેશ ચાલતી હતી એટલું જ નહીં પરંતુ દવાના છંટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી હતી આ કામગીરીથી મ્યુનિ. કમિશ્નરે સંતોષ વ્યકત કર્યો હતો પરંતુ અન્ય કેટલીક કામગીરીઓને વધુ અસરકારક બનાવવા સંબંધિત વિભાગોના અધિકારીઓને આદેશ આપ્યો છે. મ્યુનિ. કમિશ્નર અન્ય વિસ્તારોની પણ મુલાકાત લે તેવી સંપૂર્ણ શક્યતાથી અન્ય વિસ્તારોમાં પણ સ્થાનિક મ્યુનિ. અધિકારીઓ દોડતા થઈ ગયા છે.