લોકડાઉનમાં માધુરી દિક્ષીતે સિંગિંગમાં ડેબ્યુ કર્યું
મુંબઈ, વિતેલા વર્ષોની સુપર સ્ટાર અને ધક ધક ગર્લના નામથી લોકપ્રિય એવી માધુરી દીક્ષિત ટેલેન્ટેડ એક્ટ્રેસ, શ્રેષ્ઠ ડાન્સર હોવાની સાથે લાજવાબ સિંગર પણ છે.હાલમાં જ માધુરી દીક્ષિતે ‘કેન્ડલ’ સોન્ગ સાથે સિંગિંગ ડેબ્યુ કર્યું છે. માધુરી દીક્ષિતનું આ ગીત સાંભળીને તમે તેના અવાજના પણ ચાહક બની જશો. આલિયા ભટ્ટ, અનિલ કપૂર સહિતના સેલેબ્સે માધુરીની સોન્ગના વખાણ કર્યા છે.
માધુરી દીક્ષિતે હાલમાં જ પોતાના સાશેયિલ મીડિયા અકાઉન્ટ પર પોતાનું પહેલું સિંગલ સોન્ગ લોન્ચ કર્યું છે. માધુરીએ જણાવ્યું ‘કેન્ડલ’ ગીત પોઝિટીવિટી અને આશાનું કિરણ જગાવે છે. આજની આ પરિÂસ્થતિમાં સૌને હકારાત્મકતાની ખૂબ જરૂર છે. માધુરીએ ગીત શેર કરતાં લખ્યું, ‘ખુશ, ઉત્સાહિત અને થોડી નર્વસ છું. મારું પહેલવહેલું ગીત. આશા છે કે, અમને બનાવવામાં જેટલી મજા આવી તેટલી સાંભળીને તમને આવશે.’
માધુરીએ આ સોન્ગ રિલીઝ કરતાં જ સેલેબ્સ તેના અવાજના ફેન બન્યા હતાં. ફિલ્મમેકર ફરાહ ખાને માધુરીની પોસ્ટ પર કોમેન્ટ કરીને એક્ટ્રેસના ટેલેન્ટના વખાણ કર્યા હતાં. ફરાહ ખાને લખ્યું, ‘મેડ્સ આ ખૂબ સુંદર છે ! અત્યાર સુધી તે આ ટેલેન્ટ કેમ છુપાવી રાખ્યું હતું ?’ લોકડાઉનમાં માધુરીએ રિલીઝ કરેલા ગીતની ફેન આલિયા ભટ્ટ પણ બની છે. ેઆલિયાએ Âટ્વટ કરીને લખ્યું, ‘આ સુંદર ગીત ખૂબ પસંદ આવ્યું. જા તમે ના સાંભળ્યું હોય તો હમણાં જ સાંભળો.’ અનિલ કપૂરે પણ માધુરીના ગીતના વખાણ કર્યા છે. જાણિતા અભિનેતા અનિલ કપૂરે પણ Âટ્વટ કરીને સંદેશ દ્વારા ખુબ જ વખાણ કર્યા હતા.