માધુપુરા-કાલુપુરના મુખ્ય બજારો ધમધમતા થયા
સરકારે મંજુરી આપતા સવારથી જ ખરીદી કરવા માટે નાગરિકોની લાઈનો લાગી ઃ કેટલાક વેપારીઓની નફાખોરીથી ત્રસ્ત નાગરિકોએ હાશકારો અનુભવ્યો
અમદાવાદ, અમદાવાદ શહેરમાં લોકડાઉન જાહેર થયું ત્યારથી ખુલ્લેઆમ પાનપસાલા અને સિગારેટોના કાળા બજાર થવા લાગ્યા હતા આજે પણ શહેરમાં વેપારીઓ મોં માગ્યા પૈસા વસુલ કરી રહ્યાં છે આ ઉપરાંત દાળ સહિતના ખાદ્ય પદાર્થોના ભાવો પણ આસમાને પહોચી ગયા છે.
આ પરિÂસ્થતિમાં કોર્પોરેશન અને સરકારી તંત્ર મૂક પ્રક્ષક બની ગયું હતું અને હજુ સુધી આવા એક પણ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી જેના પરિણામે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. રાજ્યભરમાં વેપારીઓએ શરૂ કરેલી ઉઘાડી લૂટ સામે નાગરિકો ઉગ્ર બનવા લાગતા સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને માધુપુરા કાલુપુર સહિતના મુખ્ય બજારો શરૂ કરવાની મંજૂરી આપી છે જેના પગલે હવે દાળ સહિતના ખાદ્યચીજાના ભાવો ઘટશે તેવી આશા નાગરિકો સેવી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં લોકડાઉનના પ્રથમ દિવસથી જ પાનમસાલા તથા સિગારેટો લોકોને મળતી હતી પરંતુ આ માટે ડબલથી પણ વધુ કિમત ચૂકવવી પડતી હતી. શહેરમાં પાનના ગલ્લા બંધ કરાવી દેવામાં આવ્યા હતા જેનો લાભ કેટલાક હોલસેલના વેપારીઓએ ઉઠાવ્યો હતો. અને ઉંચા ભાવે પાનમસાલા અને સિગારેટની વ્યસનીઓને હોમડિલિવરી શરૂ કરવામાં આવી હતી. પોલીસનું પેટ્રોલીંગ અને ઠેર ઠેર પોલીસ.
જવાનો બંદોબસ્તમાચં હોવા છતાં શહેરમાં ખુલ્લેઆમ વ્યસનીઓને પાન પસાલા અને સિગારેટો પહોંચાડવામાં આવતી હતી. આ ઉપરાંત શહેરમાં કરિયાણાની દુકાનોને ખોલવા આદેશ અપાયો હતો પરતુ કરિયાણાના કેટલાક વેપારીઓએ નાગરિકોની મજબૂરીનો લાભ ઉઠાવી ઉંચી કિંમતમાં દાળ સહિત અન્ય ખાદ્ય ચીજાનું વેચાણ કરવા લાગ્યા હતા. આ અંગે ભારે ઉહાપોહ થવા છતાંં ગણત્રીના વેપારીઓને બાદ કરતાં કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.
દિવાળીના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ ઉપર દરોડો પાડતું કોર્પોરેશનનું તંત્ર મૂક પ્રેક્ષક બની ગયું હતું. અને નાગરિકો લૂટાઈ રહ્યાં છે. આજે પણ કેટલીક ચીજ વસ્તુઓના ભાવો ખૂબ જ વધુ છે. લોકડાઉનનો ભંગ કરનાર સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આવા વેપારીઓને છુટોદોર આપી દેવાયો છે. શહેર સહિત રાજ્યભરમાં આ મુદ્દે ભારે હોબાળો મચ્યો છે આ અંગે અનેક ફરિયાદો થતાં સરકારી તંત્ર સફાળું જાગ્યું છે.
અમદાવાદ શહેરમાં વેપારીઓની નફાખોરીથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે વેપારી મહાજનો નાગરિકોની વહારે આવ્યા છે. નાગરિકોના હિતમાં શહેરના કાલુપુર, માધુપુરા સહિતના વિસ્તારોના મુખ્ય બજારો ખોલાવ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિત રજૂઆત કરવામા આવી હતી જેના પગલે સરકારે આખરે માધુપુરા તથા કાલુપુર ચોખા માર્કેટ સહિત મુખ્ય બજારોને ખોલવાની મંજૂરી આપી હતી. સરકારે આપેલી મંજૂરીના પગલે આજે સવારથી જ માધુપુરા વિસ્તાર તથા કાલુપુર વિસ્તારમાં આવેલા ખાદ્યપદાર્થોના મુખ્ય માર્કેટો ખુલી ગયા છે અને મોંઘવારીના કપરા સમયમાં નાગરિકો નફાખોરી કરતાં છુટક વેપારીઓના બદલે ખરીદી કરવા માટે મુખ્ય બજારોમાં આવી પહોંચ્યા છે. આજે સવારથી જ આ બજારોમાં લોકોની ભારે ભીડ જાવા મળી રહી છે.સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના નિયમોના અમલ કરવાની હોલસેલના વેપારીઓએ ખાતરી આપી છે.
આજે સવારે હોલસેલના માર્કેટો ખુલતા શહેરભરમાંથી નાગરિકો મુખ્યત્વે મસાલા તથા ઘઉંની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. શહેરમાં છુટક વેપારીઓ ઉંચી કિંમત વસુલતા હોવાથી આ પરિÂસ્થતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરના મુખ્ય માર્કેટો સવારથી જ ચાલુ થઈ જતાં બજારમાં રોનક વધી ગઈ છે.
માધુપુરાના વેપારીઓએ તથા કાલુપુરના વેપારીઓએ સરકારને આપેલી ખાત્રીઓનું ચુસ્તપણે પાલન શરૂ કર્યુ છે અને ખરીદી કરવામા આવતા નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી ઉભા કરવામાં આવ્યા હતા. હોલસેલના માર્કેટો શરૂ થતાં પેડલ રીક્ષા તથા લોડીંગ રીક્ષામાં માલનું પરિવહન કરતા શ્રમિકોના ધંધા રોજગાર પણ પુનઃ શરૂ થઈ ગયા છે.