Western Times News

Gujarati News

પોલીસ કોન્સ્ટેબલે રૂ. ૧પ લાખની ખંડણી માંગી

નિકોલમાં રહેતા વેપારીની પુત્રીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગવાનો ઓઢવ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અને અન્ય એક યુવતીનું કારસ્તાન –
ક્રાઈમ બ્રાચે ફરિયાદ નોંધી સાયબર સેલે ફોન ટ્રેસ કરતા સમગ્ર ષડયંત્ર બહાર આવ્યું ઃ બન્નેની ધરપકડ

અમદાવાદ, અમદાવાદ સહિત દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન અમલમાં છે અને પોલીસ પણ ખડેપગે સેવા બજાવી રહી છે. કોરોના વોરીયર્સ તરીકે પોલીસ અને મેડીકલ સ્ટાફની કામગીરી ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને ઠેર ઠેર તેઓનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે.

ધોમધખતા તડકામાં પણ પોલીસ જવાનો રસ્તા ઉપર ફરજ બજાવતાં નજરે પડી રહ્યાં છે. આ પરિÂસ્થતિમાં કેટલાક પોલીસ કર્મીઓના કારણે સમગ્ર તંત્ર બદનામ થાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરભરમાં પાનમસાલાના ખુલ્લેઆમ કાળાબજાર થઈ રહ્યાં છે પરંતુ પોલીસ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ નાગરિકોને લૂંટવાનો તમાશો જાઈ રહ્યાં છે. કડી પોલીસ સ્ટેશનના મોટાભાગના સ્ટાફ સામે બુટલેગરની સાંઠગાઠમાં દારૂની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ થતાં સીટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે ત્યાં જ અમદાવાદ શહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવતીની મદદથી વેપારીની પુત્રીને બ્લેકમેઈલ કરી તેની પાસેથી રૂપિયા ૧પ લાખની ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં જ પોલીસ તંત્રમાં સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી ટુંક સમયમાં આ ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અને સડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલ અને યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ રાત-દિવસ ખડેપગે સેવા બજાવી રહ્યાં છે. રાજ્યભરમાં લોકડાઉનના કડક અમલમાં પોલીસની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. અમદાવાદ શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં પોલીસ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે તથા લોકડાઉનના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક સ્થળો ઉપર પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. શહેરમાં ખુલ્લેઆમ મસાલા અને સિગારેટોના કાળાબજાર થઈ રહ્યાં છે.

જેના પરિણામે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. હોલસેલના વેપારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના પરિણામે આજે નાગરિકો લૂંટાઈ રહ્યાં છે. આ દરમિયાનમાં કડીમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં પીઆઈ સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોટા ભાગનો સ્ટાફ દારૂની હેરાફેરી કરતો પકડાયો હતો આ અંગે ભારે ઉહાપોહ થતાં સીટની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી છે. અને તમામની સામે ફરિયાદો પણ નોંધી દેવામાં આવી છે. પોલીસ તંત્રને કાળી ટીલી લાગે તેવો વધુ એક કિસ્સો અમદાવાદ શહરેમાં બન્યો છે.

શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારે વેપારીની પુત્રીની મિત્ર સાથે મળી રૂ. ૧પ લાખની ખંડણીની માંગ કરી હતી. કોન્સ્ટેબલ અને યુવતીએ ભેગા મળી વેપારીની પુત્રી કોલેજમાં કોની કોની સાથે ફરતી હતી અને કેવા ધંધા કર્યા છે તેનો ફોટો અને Âક્લપ હોવાનું કહી બ્લેક મેઈલિંગ કરીને ખંડણી માગી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગૂનો નોંધી આરોપી કોન્સ્ટેબલ અને યુવતીની અટકાયત કરી લીધી છે.

નિકોલ નરોડા રોડ પર રહેતા વેપારીના પરિવારમાં સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ચાર દિવસ પહેલા વેપારીના મોબાઈલ ફોન પર અજાણ્યા નંર પરથી ફોન આવ્યો હતો અને નામ પૂછ્યું હતું. બાદમાં સામેવાળી વ્યÂક્તએ ફોન કટ કરી વોટ્‌સએપમાં મેસેજ કર્યો હતો કે રર વર્ષીય મોટી પુત્રી કોલેજમાં કોની કોની સાથે ફરતી અને કેવા ધંધા કર્યા છે તેના ફોટો અને Âક્લપ છે. મારી સુધી પહોચવાની કોશિશ કરી તો ફોટો અને Âક્લપ જાહેર કરી દઈશ. મારે ૧પ લાખની જરૂર છે. કાલે ૧૧ વાગ્યા સુધી મળે તો ઠીક નહીં તો જાહેર કરી દઈશ તેવી ધમકી આપી હતી. બીજા દિવસે વોટસએપમા ફોન આવ્યો હતો પરંતુ ઉપાડ્યો ન હતો. ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપી હતી કે પૈસાનું શું થયું ? જા પોલીસ ફરિયાદ કરી અને પકડાઈશ તો જેલમાંથી દોઢ વર્ષમાં છૂટી જઈશ અને મારી નાખીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.