ખોખરામાં મંદિરમાં બેસવા બાબતે યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ચાર ફરાર
ચારેય હુમલાખોર યુવાનના પાડોશી અને એક જ કુટુંબના હોવાનું બહાર આવ્યું
અમદાવાદ, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં બેસવા બાબતે બે પડોશીયો વચ્ચે તકરાર થતાં જાતજાતામાં મોટો ઝઘડો થયો હતથો. છેવટે એક જ કુટુંબના ચાર સભ્યોએ એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગળાના ભાગે તલવારનાં ઘા વાગતાં યુવાન લોહીના ખાબોચીયામાં ઢળી પડ્યો હતો. જ્યારે હુમલાખોર શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે પ્રદીપ તિવારી નામનો યુવાન પોતાના પરિવાર સાથે પાંડેની ચાલી, હાટકેશ્વર નજીક, ખોખરા ખાતે રહે છે. તેમની પાડોશમાં જ એક કુટુંબના બિપીનભાઈ, છનાભાઈ, બાબુભાઈ તથા જીતુ રહે છે. રવિવારે રાત્રે નવેક વાગ્યાનાં સુમારે પ્રદીપભાઈ પોતાનાં ઘર નજીક આવેલાં એક મંદિરે બેઠા હતા. થોડીવારમાં ત્યાં તેમના પાડોશી આવ્યા હતા. જેમણે પ્રદીપભાઈને તે મંદિરે નહી બેસવા ધમકી આપી હતી. અને ગાળો બોલી હતી. જેથી પ્રદીપભાઈએ તેનો પ્રત્યુત્તર આપતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જાતજાતામાં ઝઘડો મોટો થતાં એક જ પરિવારના બિપીનભાઈ, છનાભાઈ, બાબુભાઈ અને જીતુ એક થઈ ગયા હતા અને પ્રદીપભાઈ પર તૂટી પડ્યા હતા. તેમને ગડદાપાટુનો માર માર્યો હતો.
દરમિયાન તલવાર લાવી પ્રદીપભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમનાં ગળા ઉપર ગંભીર ઈજા થઈ હતી. જ્યારે શહેરનાં અન્ય ભાગો ઉપર પણ ઘા પડ્યા હતા. પ્રદીપભાઈ લોહીલુહાણ થઈ ઢળી પડતાં ચારેય જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બાદમાં પ્રદીપભાઈને હોÂસ્પટલમાં લઈ જવાતાં તીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. આ ઍગેજાણ થતાં ખોખરા પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી ફરાર હુમલાખોર પાડોશીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.