કોરોના વચ્ચે કેરેબિયન દેશમાં ક્રિકેટ મેચની શરૂઆત થઇ છે
કિંગ્સટાઉનની નજીક આર્નાેસ વેલ પર શરૂ થયેલી વિન્સી ટી-૧૦ પ્રીમિયર લીગમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે
કિંગ્સટાઉન, સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી નહીં, દડા પર થૂંક લગાવવાની મંજુરી નહીં અને બાઉન્ડ્રીની પાસે સેનિટાઈઝર ઉપયોગ કરાયો. કોરોના વાયરસ દરમિયાન ક્રિકેટ મેચોમાં તમારું સ્વાગત છે. કેરેબિયન દેશોમાં આ સપ્તાહે ક્રિકેટ શરૂ થઈ ગયું છે. સેન્ટ વિન્સેન્ટના મુખ્ય શહેર કિંગ્સટાઉનની નજીક આર્નાેસ વેલ પર શરૂ થયેલી વિન્સી ટી-૧૦ પ્રીમિયર લીગમાં છ ટીમો ભાગ લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દૃÂષ્ટએ આ ઘણી નાની ટુર્નામેન્ટ છે, પરંતુ કોરોના વાયરસના મહામારીના પ્રકોપના કારણે દુનિયાભરમાં સ્પોર્ટ્સ બંધ થયા બાદ ટેસ્ટ રમનારા દેશોમાં આયોજિત થનારી આ પહેલી ટુર્નામેન્ટ છે.
સેન્ટ વિનસેન્ટની લીગમાં શરૂઆતમાં દર્શકોને આવવાની મંજૂરી અપાશે તેવી આશા હતી. કેમ કે અહીં માત્ર ૧૮ કેસ જ સામે આવ્યા છે. એટલે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનો ખતરો ઘણો ઓછો છે. પરંતુ એવું થયું નથી. સેન્ટ વિનસેન્ટ એન્ડ ગ્રેનેડિયન ક્રિકેટ સંઘના અધ્યક્ષ કિશોર શૈલાએ કહ્યું કે, એસવીજીસીએ સ્ટેડિયમમાં મર્યાદિત દર્શકોના વિકલ્પને પ્રાથમિકતા આપવી. વધારેમાં વધારે ૩૦૦ કે ૫૦૦.
તેમણે કહ્યું કે, જા કે, તજ્જ્ઞોએ ચિંતા વ્યક્ત કરી અને સલાહ આપી કે દર્શકોને મંજૂરી આપતા પહેલા આપણે ખેલાડીઓના મેનેજમેન્ટને નિયમિત કરવાનો પ્રયાસ કરવો જાઈએ. સ્થાનિક દર્શકોને ૩૧મે સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં સ્થાનિક સ્ટાર સુનીલિ અબરીશ જેવા ખેલાડી રમતા જાવા મળશે. કિશોરે કહ્યું કે, ‘હા, હું હતાશાને સમજી શકું છું, પરંતુ હું વખાણું છું કે સ્વાસ્થ્ય અધિકારીઓની પ્રાથમિકતા છે કે અત્યારે સામાજિક રીતે લોકોને એકત્રિત થાય તેને પ્રોત્સાહન આપવામાં ન આવે.