નારાયણ સેવા સંસ્થાને કૃત્રિમ અંગોનો ઉપયોગ કરવા પર દિવ્યાંગો માટે લાઇવ વેબિનારનું આયોજન કર્યું
ઉદેપુર, નારાયણ સેવા સંસ્થાન (એનએસએસ)એ દિવ્યાંજગનો કે પ્રોસ્થેટિક ફિટિંગ માટે તૈયાર અપંગ વ્યક્તિઓ માટે ફેસબુક અને યુટ્યુબ લાઇવ મારફતે લાઇવ વેબિનારનું આયોજન કર્યું હતું. એનએસએસએ 13,762 કૃત્રિમ અંગો નિઃશુલ્ક પૂરાં પાડ્યાં છે અને પોતાના માટે કૃત્રિમ અંગો ખરીદવાના સંસાધનો ન ધરાવતા અપંગોને 351397 કેલિપર આપ્યાં છે.
લાઇવ સેશન સવારે 11.30થી બપોરના 1.30 (25 મે, 2020) વચ્ચે યોજાયું હતું. વેબિનારમાં પ્રોસ્થેટિક ફિકિંગ માટે યોગ્ય માપ કેવી રીતે લેવું અને કૃત્રિમ અંગો કેવી રીતે કામ કરે છે એના પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો.
નારાયણ સેવા સંસ્થાન હોસ્પિટલના ડો. માનસ રંજન સાહૂએ કહ્યું હતું કે, “કૃત્રિમ અંગો સર્જિકલ જટિલ પ્રક્રિયાઓ નથી, પણ એનો ઉચિત રીતે હાથ ધરવી પડશે, જેથી લાભાર્થી ફિઝિયોલોજીમાં એકાએક ફેરફાર સાથે સુવિધાજનક અનુભવી શકે અને રોજિંદા જીવનશૈલીમાં અનુકૂળ અનુભવે. આ પ્રક્રિયાની અનેક વિશેષતાઓ, સાચી અને ખોટી બાબતો છે તથા દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ અંગો ફિટ કરવા માટે તૈયાર કરવા ઘણા પ્રશ્રો ઊભા થાય છે. આજે આયોજિત વેબનારમાં આ તમામ પ્રશ્રોનો જવાબો આપવામાં આવ્યાં હતાં. પ્રસિદ્ધ પ્રોસ્થેટિક્સ અને ઓર્થોપેડિક નિષ્ણાતો હાજર રહ્યાં હતાં.”
થોડાં અઠવાડિયા અગાઉ બિનસરકારી સંસ્થાએ દિવ્યાંગ વ્યક્તિઓ માટે નિઃશુલ્ક પરામર્શ સ્પેશ્યલ લાઇવ હેલ્થ કન્સલ્ટન્સી સેશનોનું આયોજન કર્યું હતું. એમાં 10 મેથી 14 મે વચ્ચે દિવ્યાંગ વ્યક્તિઓને રોજ સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધી ડૉક્ટરોએ ફેસબુક અને યુટ્યુબ પર નિઃશુલ્ક સલાહ આપી હતી.
પરામર્શ અભિયાનમાં આશરે 15,000 નોન-કોવિડ-19 દર્દીઓ અને દિવ્યાંગ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ પૂછી હતી, જેમાં દુઃખાવા રાહત, સંધિવા, હાડકાની બરડતા, સાંધામાં દુઃખાવો, પીઠમાં દુઃખાવો, ઘૂંટણમાં દુઃખાવો, સ્લિપ ડિસ્ક, નર્વ બલ્જ અને સાંધાની હલનચલનમાં દુઃખાવો સામેલ છે. આ સેશનો અતિ સફળ રહ્યાં હતાં, જેણે સંસ્થાને કૃત્રિમ અંગોના ફિટમેન્ટ માટે અન્ય વેબિનાર આયોજિત કરવા પ્રેરણા આપી હતી.