કોરોનાથી પ્રભાવિત પ્રતિબંધિત વિસ્તારોમાં જઇ મોબાઇલ ATMની સેવા પૂરી પાડતા અનોખા કોરોના વોરીયર
અરવલ્લીના ટોરડાની ઉર્મિલાબેને ઉદાર ભાવના કોરોનાના :કપરા સમયે ઘરે આંગણે પંહોચાડી બેંક સેવા
ભિલોડા, અરવલ્લી જિલ્લામાં કોરોનાના પ્રભાવ એવા જોવા મળ્યો કે તેમાં સૌથી પહેલા ગ્રામિણ વિસ્તાર તેની વધારે અસર થઇ તેથી જ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં ૭૯ કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યા, તેની સાથે જ ગામોનો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં સમાવિષ્ટ થંતા જ જાણે કે જીનજીવન થંભી ગયું, આવા સંકટના સમયે લોકોને સૌથી વધુ જરૂરીયાત હોય તો તે પૈસાની હોય અને બેંક જો તમારા આંગણે આવીને ઉભી રહે તો આનાથી વધારે ખુશી કઇ હોઇ શકે.
લોકડાઉનના ચોથા તબક્કામાં આવશ્યક સેવા શરૂ કરવાની સાથે અન્ય સેવા પણ શરૂ કરતા જનજીવન ધબકતું થયું પણ જયારે શરૂઆતના તબક્કે જિલ્લામાં કે ગામમા કોરોનાનો કેસ આવે તો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્યના તકેદારીના ભાગરૂપે કન્ટેન્ટમનેન્ટ વિસ્તાર જાહેર કરી ત્યાં માત્ર જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી આપે, પણ આ ઘરવખરી, કરીયાણું લેવુ હોય તો પૈસા તો જોઇએને, ગામ આખું પ્રતિબંધિત વિસ્તારમાં હોય ને બેંક શહેરમાં જવુ તો જવુ કઇ રીતે? આ સંકટના સમયે ખરા અર્થમાં લોકોના સેવામાં ઉભી રહી અરવલ્લીની બેંક સખી આવી જ એક સખી છે.
અરવલ્લીના ભિલોડા તાલુકાના ટોરડા ગામની ઉર્મિલાબેન ભગોરા, જેમને આ કપરી પરિસ્થિતમાં ટોરડાની બેન્ક ઓફ બરોડામાં બિઝનેસ કોરસ્પોન્ડેડ સખી તરીકે છેલ્લાં ત્રણ મહિના માં ૨૦૦૦ થી વધારે ટ્રાન્જીક્સન કરી ૨,૫૦,૦૦૦ સુધીની રકમ પેન્શન ,લૉન,રોકડ જમા તથા રોકડ ઉપાડ આપીને ગામ લોકોને મદદરૂપ થયેલ છે.
પોતાના વિસ્તારમાં લોકોને જરૂરીયાતના સમયે પોતે સહાયરૂપ બનતા ઉર્મિલાબેન કહે છે, અરવલ્લી કોરોનો પ્રથમ કેસ જ ભિલોડા તાલુકાના કુશાલપુરા ગામમાં નોંધાયો હતો જેને લઇ ટોરાડા, રામપુરી બાવળીયા, શિલાદ્રી, જેતપુર, બુઢેલી, પહાડા, આંબાબાર અને ધનસોર કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ થયો જે પૈકી બેંક સેવા ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં જઇ નાણા આપવાનું શરૂ કર્યુ,
જેમાં બેંક દ્વારા મને જેમના આધાર સાથે લિન્ક અપ ધરાવતા ખાતા ધારકાએ નાણાની જરૂરીયાત હોય તેવા પરીવારના ત્યાં જઇ અમે મોબાઇલ એટીએમ મારફતે વૃધ્ધ સહાય, પેન્શનરોને પેન્શન, તેમજ પશુપાલકો અને દૂધધારકો સહિતના લોકોને અમે ઘર આંગણે પૈસા પૂરા પાડ્યા છે. આની સાથે અમે જયારે અમે ગામડે જઇએ ત્યારે ગ્રામજનોને સોશ્યિલ ડિસ્ટનસિંગ, હેન્ડ સેનેટાઇઝ કરવા તેમજ માસ્ક પહેરવા અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સહિતની લોકજાગૃતિનું પણ કામ કરીએ છીએ. સંકટના સમયે ગામડાના લોકોને મોબાઇલ બેન્ક સેવા પુરી પાડતા અરવલ્લીની બેંક સખી સાચા અર્થમાં કોરોના વોરીયર બની છે.