કાલોલ નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત થતા ૩ના મોત

(હિ.મી.એ), દાહોદ, પંચમહાલના કાલોલના આંટા ગામ નજીક અકસ્માત સર્જાયો છે. બાઈક અને ટેમ્પો વચ્ચે આ અકસ્માત થયો હતો. જેમાં ઘટના સ્થળે બે લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ હોસ્ટિલમાં વધુ એકનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જે ટેમ્પાનો અકસ્માત થયો તેમાં મજૂર ભરેલા હતા. ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર એક ટેમ્પો મજૂરોને ભરીને કંપનીએ કામ માટે જઈ રહ્યો હતો.
આ દરમિયાન ટેમ્પા અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ઘટના સ્થળે બાઇક ચાલક અને એક મજૂરનું મૃત્યુ થયું હતું. જ્યારે બે લોકોને ઈજા થતાં વડોદરા ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. આ અત્યાર સુધી અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસિબે ટેમ્પામાં મજૂરો ભરેલા હતા. પરંતુ મોટી દૂર્ઘટના ટળી છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.