Western Times News

Gujarati News

તેલંગણામાં પ્રેમિકાની હત્યા છૂપાવવા માટે ૯ લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા

તેલગણા, એક ગુનાને છૂપાવવા માટે વ્યક્તિ કેટલાય અપરાધ કરે છે, જે તેને એક જઘન્ય અપરાધી બનાવી દે છે. તેલંગાણામાં આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં વ્યક્તિએ મહિલાની હત્યા છૂપાવવા માટે ૯ અન્ય લોકોની હત્યા કરી નાખી. પોલીસે જણાવ્યું કે બિહારના એક આરોપીની અમે ધરપકડ કરી છે, જેણે ૯ લોકોની હત્યા કરી નાખી છે. આ વ્યક્તિએ ૯ લોકોને કુવામાં ફેંકી દીધા જેથી તે મહિલાની હત્યાને છૂપાવી શકે.  વારંગલના પોલીસ કમિશ્નર ડાક્ટર રવિન્દ્રએ જણાવ્યું કે ૨૧ અને ૨૨ મેના રોજ આ લોકોના મૃતદેહ કુવામાંથી મળી આવ્યા છે. તપાસ દરમિયાન આરોપી સંજય કુમાર યાદવે આ તમામ લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું. આગળ તપાસ ધપાવતામાં પોતાની પ્રેમિકાની હત્યા છૂપાવવા માટે આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું.

સંજયનું રફીક સાથે અફેર હતું, જેની તેણે હત્યા કરી નાખી હતી. કમિશ્નરે જણાવ્યું કે સંજય યાદવ એક મસ્જિદમાં મકસૂદ અને તેની સાળીના સંપર્કમાં આવ્યો. ધીરે ધીરે તે રફીકાની નજીક આવી ગયો અને તે બંને એકસાથે રહેવા લાગ્યા. રફીકાના ત્રણ બાળકો હતા તે પણ તેમની જોડે જ રહેતાં હતાં. ૧૫ વર્ષી દીકરી સાથે રહેવા માંગતો હતો પોલીસ મુજબ જ્યારે સંજય યાદવે રફીકાની ૧૫ વર્ષની દીકરી સાથે દુર્વ્યવહાર કરવાની કોશિશ કરી તો રફીકાને પસંદ ના આવ્યું અને તેણે ધમકી આપી કે તે ફરિયાદ કરશે. જે બાદ સંજય યાદવે રફીકાની હત્યાનું ષડયંત્ર રચ્યું જેથી તેની દીકરી સાથે રહી શકે.

સંજયે રફીકાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. બંને ૭ માર્ચે પશ્ચિમ બંગાળ માટે ટ્રેનથી રવાના થઈ ગયા. સંજયે રફીકાના ખાવામાં નીંદરની ગોળીઓ ભેળવી દીધી અને બાદમાં તેનું ગળું દબાવી દીધું, તેના મૃતદેહને ટ્રેનથી બહાર ફેંકી દીધો. પોલીસનું કહેવું છે કે સંજય યાદવ બાદમાં ફરી વારંગલ આવ્યો, પરંતુ ત્યાં સુધી તો મકસૂદની પત્ની નિશા રફીકા વિશે પૂછવા લાગી કે તે કયાં છે. નિશાએ ધમકી આપી કે તે ફરિયાદ કરશે. જે બાદ ષડયંત્ર અંતર્ગત મકસૂદના ઘરે ૧૬-૨૦ મે દરમિયાન જવાનું શરૂ કરી દીધું. મકસૂદ કોથળા બનાવવાની ફેક્ટરીમાં રહેતો હતો.

સંજયે ૨૦ મેના રોજ મકસૂદના દીકરાના જન્મદિવસની પાર્ટીમાં ખાવામાં ઘેનની ગોળીઓ ભેળવી દીધી. ઘેનની ગોળીઓ ખવળાવી આ સનસનીખેજ હત્યાકાંડ વિશે પોલીસે જણાવ્યું કે મકસૂદ અને તેના પરિવારમાં પાંચ સભ્ય રહેતા હતા. આ બધા લકો ઘેનની ગોળી ખાધા બાદ બેભાન થઈ ગયા. આ દરમિયાન મકસૂદનો દોસ્ત શકીલ પણ જન્મદિવસની પાર્ટીમાં આવ્યો હતો. જે બાદ સંજય બિલ્ડિંગના બીજા માટે ગયો જ્યાં ફેક્ટરીમાં કામ કરતા બે મજૂરો રહેતા હતા.

તેણે આ બંનેના ખાવામાં પણ ગોળીઓ ભેળવી દીધી. તેને શક હતો કે આ લક તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આમ રફીકાની હત્યા છૂપવવા સંજયે ૯ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. બધાને કુવામાં ફેંકી દીધા ઘેનની ગોળી ખવડાવ્યા બાદ રાતે ૧૨.૩૦ વાગ્યે સંજય જાગ્યો અને તેણે જોયું કે બધા લોકો ઘોર નિંદ્રામાં હતા. બાદમાં તેણે બધાને કથળામાં ભરી એક એક કરી કુવામાં ફેંકી દીધા. પોલીસ મુજબ આ મામલાની તપાસ માટે ૬ ટીમ બનાવવામાં આવી હતી. આરોપી સંજય યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું કે આરોપીને વધુમાં વધુ સજા થઈ શકે તે માટે અમે સબૂત એકઠા કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.